ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીને કોર્ટે 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 20:29:52

ઉત્તરપ્રદેશના રાજકારણના બાહુબલી નેતા મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ગાઝીપુરની એમ પી- એમએલએ કોર્ટે અંસારીને 10 વર્ષની સજા સાથે 5 લાખનો દંડ ફટકાર્યો છે. હાલ બાંદા જેલમાં બંધ નેતા મુખ્તાર અંસારીને 16 વર્ષ જૂના ગેંગસ્ટર કેસમાં કોર્ટે આજે તેને દોષિત ઠેરવ્યો હતો. મુખ્તાર અંસારી સામે વર્ષ 1996માં કોંગ્રેસના ઝોનલ પ્રમુખ અજય રાયના ભાઈ અવદેશ રાયની હત્યાના ગુનામાં તેમને આ સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં મુખ્તાર અંસારીની સાથે ભીમ સિંહને પણ 10 વર્ષની સજા થઈ છે. 


2005થી  મુખ્તાર અંસારી જેલમાં 


કોર્ટે આ મામલે 12 ડિસેમ્બરે સુનાવણી પૂરી કરી હતી. સજા દરમિયાન ભીમ સિંહ કોર્ટમાં હાજર થયો હતો. મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અજય રાયે કોર્ટમાં મુખ્તાર અંસારી સામે જુબાની આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે મુખ્તાર અંસારી વર્ષ 2005થી જ અનેક જિલ્લાની અનેક જેલોમાં બંધ છે, પરંતું તે અનેક કેસમાં દોષમુક્ત થઈ ચુક્યો છે. મુખ્તાર અંસારી વર્તમાનમાં ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે.


મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ


મની લોન્ડ્ર્રરિંગ કેસમાં મુખ્તાર અંસારી સામે ઉત્તર પ્રદેશના અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલી છે. મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના અનેક કેસમાં તપાસ ચાલી રહી છે. ઈડીએ પણ મુખ્તાર અંસારીના અનેક સંબંધીઓ અને સહયોગીની પૂછપરછ કરી છે અને વિવિધ સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા. ઈડીએ મુખ્તાર અંસારીના સાંસદ ભાઈ અફઝલ અંસારી અને બનેવી આતિફને પણ નોટિસ ફટકારી હતી. ઈડીએ ઓક્ટોબરમાં મુખ્તાર અંસારીની 1.48 કરોડની સ્થાવર સંપત્તીની જપ્ત કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?