BHU યુનિવર્સીટીમાં ભણતી યુવતી સાથે ગેંગરેપ, પોલીસે ભાજપના IT સેલમાં કામ કરતા ત્રણને પકડ્યા! જાણો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-02 09:35:33

યુનિવર્સીટીમાં ભણતી એક યુવતી પર ભાજપના નેતાઓ સામુહિક બળાત્કાર કરે છે અને ફરિયાદ બાદ આરોપીઓ સીસીટીવીમાં દેખાય છે. છતાંય પોલીસ આરોપીઓની ધરપકડ 60 દિવસ બાદ કરે છે જેને લઈને રાજકારણ ગરમાયું છે. 

વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર ક્યારે બની ઘટના?

વાત છે વારાણસીની કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયા છે જ્યાં વારાણસી હિંદુ યુનિવર્સિટીમાં ભણતી આઈઆઈટીની એક વિદ્યાર્થીનીએ 2 નવેમ્બરે લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,  કે તે 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે તે આઈઆઈટી હોસ્ટેલમાંથી નીકળી હતી અને થોડા આગળ જતા તેને એક મિત્ર મળી ગયો બંને જ્યારે કરમણ બાબાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે મોટરસાઈકલ પર સવાર ત્રણ લોકોએ તેમને રોક્યા. 


ત્રણ આરોપીઓની કરી છે ધરપકડ

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બદમાશોએ તેને તેના મિત્રથી અલગ કરી, પછી તેનો મોઢું દબાવી, તેને એક ખૂણામાં લઈ જઈ, કપડાં ઉતારી, વીડિયો બનાવ્યો અને ફોટોગ્રાફ્સ લીધા. પીડિતાએ ગેંગરેપનો આરોપ પણ લગાવ્યો હતો. પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં કાશી હિંદુ યુનિવર્સિટીની IIT વિદ્યાર્થિની પર કથિત સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં ત્રણેય આરોપીઓ ભાજપના આઇટી સેલમાં અલગ અલગ હોદ્દાઓ પર કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે 

અખિલેશ યાદવે આ અંગે કર્યું ટ્વિટ 

આ મામલે વિપક્ષ સત્તા પક્ષ પર સવાલો ઉભા કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ પણ આ મામલે ટ્વિટ કરી છે અને નહિ ચાહિયે ભાજપા એવું હૅશ ટેગ લગાવી લખ્યું છે કે देशभर की एक-एक नारी देख रही है कि भाजपा नारी-सम्मान के साथ कैसा मनमाना खिलवाड़ कर रही है और महिला अत्याचार, उत्पीड़न और बलात्कार के आरोपियों को बचा रही है। आगामी चुनाव में महिलाएँ भाजपा को एक भी वोट नहीं देंगी। महिलाएँ ही भाजपा की हार का कारण बनेंगी। અને બીજું ઘણું લખ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોએ પણ ભાજપના સરકારને ઘેરી છે. દિલ્હી સરકારની સલાહકાર રીના ગુપ્તાએ આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?