ગુજરાતી યાત્રિકોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં દુર્ઘટનાગ્રસ્ત, 7 મૃતદેહ મળ્યા, 27 ઘાયલ, રેસ્ક્યૂ ચાલુ


  • Published By :
  • Published Date : 2023-08-20 19:39:31

ઉત્તરાખંડમાં રવિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ગંગોત્રી ધામથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને રવિવારે અકસ્માત નડ્યો હતો. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા તે અચાનક જ ઉંડી ખીણમાં પડી હતી. ગંગોત્રી હાઇવે પર ગંગનાની પાસે મુસાફરોને લઇ જતી બસ ખીણમાં ખાબક્યા બાદ રેસ્ક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 27 લોકોને બચાવી લેવાયા છે. એક વ્યક્તિ ગુમ છે અને એક બસમાં ફસાયેલ છે. જ્યારે, અત્યાર સુધીમાં 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.


27 લોકોને બચાવી લેવાયા


મળતી માહિતી મુજબ, બસ નંબર (uk 07 8585) 35 મુસાફરો સાથે ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ આવી રહી હતી. આ દરમિયાન લગભગ સવા ચાર વાગ્યે ગુજરાતી યાત્રિકોથી ભરેલી બસ બેકાબૂ થઈ ખાઈમાં પડી ગઈ હતી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 27 ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે.


ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા


ઘાયલોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 7 મૃતદેહ મળી આવ્યા છે. એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જિલ્લા હોસ્પિટલમાંથી વધુ બે એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.