સરકારી નૌકરીની લાલચ આપી રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 શખ્સોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-01 20:59:25

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં યુવક-યુવતીઓને સરકારી નૌકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ત્રણ શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટા ઠગીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીને સરકારી નૌકરીની તૈયારી કરતા 30 લોકોને છેતરી એકાદ કરોડની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ ટોળકી પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, આઈપીએસ, સચિવોની બોગસ સહીવાળા લેટરો મળી આવતા પોલીસે તપાસનો ઘમધમાટ આગળ ધપાવ્યો છે.


શું છે સમગ્ર મામલો?


ગીર સોમનાથના સૂત્રાપાડામાં નકલી નિમણૂક પત્ર બનાવી લાખો રૂપિયાની છેતરપિડી કર્યાના મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સૂત્રાપાડામાં યુવક-યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્રો બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ હતી. આ કૌભાંડના તાર જૂનાગઢ અને કડી સુધી પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ જણાની ધરપકડ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવેલ કે, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જીલ્લામાં રહેતા અને સરકારી નૌકરી મળે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને જુદા જુદા વિભાગોમાં નૌકરીઓ અપાવી દેવાના વાયદા કરી ખોટા નિમણુંક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપીંડી થયેલ હોવાના બનાવો આડકતરી રીતે પોલીસના ધ્યાને આવેલ હતુ. જેમાં તાલાલાના કાનજીભાઇ વાળા પોતાની દિકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે ઘંટીયા પ્રાંચી ગામે આવેલ જયોતિબા ફુલે નામની એકેડમીના પ્રમુખ જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાને મળેલ હતા. ત્યારે તેમની દિકરીને સરકારી નૌકરી અપાવી દેવાનું કહી મોબાઇલ ફોનમાં પોલીસ દોડની પરીક્ષામાં નાપાસ થયેલ યુવતિનો પાસ થયેલ સિકકાવાળો લેટર બતાવી વિશ્વાસમાં લઇ પ્રથમ છ લાખની માંગણી કરી ત્રણ લાખમાં નકકી કરી એક લાખ રૂપિયા તાત્કાલીક મેળવી લીધા હતા. બાદમાં કાનજીભાઈના સગા સબંધીના અન્ય પાંચ લોકો પાસેથી કુલ રૂ.7 લાખ લીધા હતા. બાદમાં તા.21/3/2023ના રોજ વેરીફીકેશન માટે ગાંધીનગર ડો.જીવરાજ મહેતા, કર્મયોગી ભવનમાં લઈ જઈને ” સચિવાલય સેવા કારકુન / સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ સંવર્ગ – 03’’ ની ભરતીનો લેટર આપેલ હતો. ત્યાંથી ઉમેદવારોએ જુનાગઢ લઈ જઈ કલેકટર ઓફીસમાં મહેસુલ વિભાગનો નિમણુંક પત્ર આપતા તે સાચો ન હોવાનું જાણવા મળેલ હતુ. બાદમાં જેઠાભાઈ ઉર્ફે સુભાષ સહીતનાનો મોબાઈલ બંધ આવતો હતો. ઉપરોકત વિગતો સાથે આઇ.પી.સી.કલમ 419, 420, 465, 467, 468, 471, 114 મુજબનો ગુનો નોંધી એલસીબી, સુત્રાપાડા પોલીસની સંયુક્ત ટીમોએ તપાસનો ઘમધમાટ હાથ ધર્યો હતો. 


આ આરોપી કરાઈ ધરપકડ


આ દરમ્યાન એલસીબીને મળેલ સંયુકત હકીકત આધારે ઘંટીયા-પ્રાંચીથી (1) જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાં ઉ.વ. 35, જુનાગઢથી (2) હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ, ઉ.વ.55, કડી(મહેસાણા)થી (3) નિલકંઠકુમાર જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ, ઉ.વ.45 ને ધરપકડ કરી લઈ પૂછપરછ હાથ ધરી હતી. આ ટોળકીએ જુદા જુદા 25 યુવાક/યુવતિઓને સરકારી નૌકરી અપાવી દેવાના કહી વિશ્વાસમાં લઈ કુલ રૂ.99 લાખની રકમ છેતરપીંડીથી લઈ લીધી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?