ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી નજીક હોવાથી રાજકારણીઓ હિંદુ મત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે કેજરીવાલે તો માસ્ટર સ્ટ્રોક મારતા ચલણી નોટો પર લક્ષ્મી અને ગણેશજીની તસ્વીર રાખવાની પ્રધાનમંત્રી મોદી સમક્ષ માંગ કરી છે. કેજરીવાલની આ માગ બાદ તમામ રાજકિય પક્ષોના નેતાઓ ટ્વીટરના માધ્યમથી પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે.
Dear @ArvindKejriwal: If Laxmi and Ganesh can bring prosperity, then we should make sure we get even more prosperity and include Allah, Jesus, Guru Nanak, Buddha and Mahavira too. https://t.co/CCS7LZpgLx
— Salman Anees Soz (@SalmanSoz) October 26, 2022
કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે પણ કર્યું ટ્વીટ
Dear @ArvindKejriwal: If Laxmi and Ganesh can bring prosperity, then we should make sure we get even more prosperity and include Allah, Jesus, Guru Nanak, Buddha and Mahavira too. https://t.co/CCS7LZpgLx
— Salman Anees Soz (@SalmanSoz) October 26, 2022કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે ટ્વીટ કરતા કહ્યું કે પ્રિય અરવિંદ કેજરીવાલ જો લક્ષ્મી અને ગણેશ સમૃધ્ધી લાવી શકે છે, તો અમે વધુ સમૃધ્ધી માટે અલ્લાહ, જીસસ, ગુરૂ નાનક, બુદ્ધ અને મહાવીરનો પણ સમાવેશ કરવો જોઈએ.
શું કહ્યું હતું કેજરીવાલે?
અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રધાનમંત્રી મોદી સમક્ષ દેશની ચલણી નોટ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસ્વીર છાપવાની અપીલ કરી હતી, કેજરીવાલે સૂચન કર્યું કે "નવી નોટો પર એક તરફ મહાત્મા ગાધી તો બીજી તરફ ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર છાપી શકાય છે. તેમણે દાવો પણ કર્યો કે જો આપણી સાથે દેવી-દેવતાના આશિર્વાદ નથી તો અનેક પ્રયત્નો કરવા છતાં પણ આપણે સફળ થઈ શકીશું નહીં, હું પ્રધાનમંત્રી મોદીને આપણી તમામ કરન્સી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર પ્રકાશિત કરવાની અપીલ કરૂ છું.'
કેજરીવાલે તેમના દાવાને મજબુત બનાવતા ઈન્ડોનેશિયાનું દ્રષ્ટાત આપ્યું હતું, તેમણે કહ્યું કે ''ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે અને તેની કરન્સી નોટ પર ભગવાન ગણેશની તસ્વીર છે, તેમણે સવાલ કર્યો કે જો ઈન્ડોનેશિયા આવું કરી શકે છે તો આપણે કેમ નહીં? ચલણી નોટો પર આ બંને ચિત્ર પ્રકાશિત કરી શકાય છે.''