ગણપતિ બાપ્પા મોર્યા.... આજે રસ્તાઓ પર, સોસાયટીમાં તેમજ ઘરોમાં આ નાદ સાંભળવા મળશે, કારણ કે આજે બાપ્પાની પધરામણી થઈ છે. દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં. ભક્તો એકદન્તની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં આ તહેવારની ઉજવણી રંગેચંગે થાય છે. ગુજરાતમાં જેમ નવરાત્રીનું મહત્વ હોય છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવનો વિશેષ મહિમા અનેરો છે. લાલબાગના રાજા, દગઠું શેઠ સહિતના ગણપતિ પંડાલોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
#WATCH | Maharashtra: Aarti begins amid a huge gathering of devotees at Siddhivinayak temple in Mumbai for the festival of #GaneshChaturthi pic.twitter.com/y1tdC5iANe
— ANI (@ANI) September 18, 2023
મંદિરોમાં ઉમટી ભાવિકોની ભીડ
ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. અનેક તહેવારોની ઉજવણી દેશભરમાં કરવામાં આવતી હોય છે. વિવિધતામાં એકતા આપણને આવા તહેરવારો દરમિયાન જોવા મળતી હોય છે. મહારાષ્ટ્રમાં ગણેશ તહેવારનો વિશેષ મહિમા રહેલો છે. ગણેશ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે દેશભરમાં લોકો કરી રહ્યા છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલોને ડેકોરેટ કરવામાં આવ્યા છે. ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.