ગાંધીનગર ફેરવાયું યુદ્ધના મેદાનમાં! વિરોધ કરવા આવેલા TET-TAT ઉમેદવારોની પોલીસે કરી અટકાયત, જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-18 15:59:17

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે TET-TATના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવાના હતા. પરંતુ વિરોધ કરવા ઉમેદવારો સ્થળ પર પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. ત્યારે જે ઘટના સ્થળ પર ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવાના હતા તે સ્થળની મુલાકાત જમાવટની ટીમે લીધી હતી. જુઓ જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ.

ગાંધીનગરમાં ઉમેદવારો કરવાના હતા વિરોધ 

ટેટ ટાટના વિદ્યાર્થીઓ અને પીટીસી કરેલા ભાવી શિક્ષકો અને શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે પોતાની માગ સાથે વિરોધ નોંધાવવાના હતા. હાલ ટેટ ટાટના ઉમેદવારોનો મામલો ચાલી રહ્યો છે. ગરમ દૂધના ઉફાણા આવે તેમ વિદ્યાર્થીઓનો રોષ છલકાઈ રહ્યો છે અને તે સરકાર સામે માગ કરી રહ્યા છે કે અમને કોન્ટ્રાક્ટવાળી નોકરી નહીં અમને કાયમી નોકરી જોઈએ છે. અમે અમારા જીવનના 10 કે 11 વર્ષ કોન્ટ્રાક્ટ વાળી નોકરી લેવા માટે નહોતા ગુજાર્યા. અમે મહેનત એટલા માટે નથી કરી કે અમને કોન્ટ્રાક્ટ વાળી નોકરી મળે. મુદ્દાની વિગતવાર વાત કરીએ તો હમણા ગુજરાત સરકારે ઠરાવ બહાર પાડ્યો છે કે 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી થશે જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર હશે.

11 મહિનાના કરાર પર નોકરી મળશે

સરકારનો નિર્ણય આમ જોવા જઈએ તેમની જગ્યાએ રહીને તો સારો જ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષથી ભરતી બહાર નથી પડી. તો ઉમેદવાર શિક્ષકો જે સરકારી નોકરી મેળવીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં કામ કરવાના સપના જોઈ રહ્યા છે તેમના ઘરના સપના પૂરા થાય અને ગરીબ મા બાપે મહેનત બાદ ભણાવેલા છોકરાના ઘરમાં સરકારી આવક શરૂ થાચ... પણ થયું ઉલટું કારણ કે આ કાયમી નોકરી નથી, 11 મહિનાના કરાર પર નોકરી મળવાની છે.

કાયમી નોકરી માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ 

આ બધી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના છોકરાઓ કહી રહ્યા છે કે સરકારના નવા ઠરાવથી અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટની સમય મર્યાદાની વાત કરીએ તો 11 માસ સુધીનો આ કોન્ટ્રાક્ટ રહેશે પણ આ અગિયાર માસનો કોન્ટ્રાક્ટ કેટલા વર્ષો ચાલશે તેની અનિશ્ચિતતા છે એવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અને બે વર્ષ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવીને ત્રીજા વર્ષે કોન્ટ્રાક્ટ વાળી પ્રથા જ કાઢી નાખે તો હજારો શિક્ષકોના ઘરનો ચૂલો સળગતો ઠરી જશે. કરાર જ પૂરા કરી દેવામાં આવે તો તેમને તો શું લાઈન લેવી... માટે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.. બાકી ઉંમરનો પણ મુદ્દો છે કે વધારેમાં વધારે 35 વર્ષના ઉમેદવારો જ આમાં જઈ શકે છે તો એ એન્ગલથી જોવા જઈએ તો 2017માં જે 2600 લોકોની ભરતી કરવામાં આવી ત્યાર પછી કોઈ ખાસ મોટી ભરતી નથી કરવામાં આવી અને એ લોકો પણ હજુ લટકેલા જ છે. એમને અત્યારે છેક મોકો મળ્યો છે તો બધા લોકો કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે અને એ પણ કાયમી નોકરી માટે નહીં કોન્ટ્રાક્ટ વાળી નોકરી માટે...



વીડિયો બનાવી ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે રોષ  

ત્યારે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉમેદવારો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાના હતા. સવારે સત્યાગ્રહ છાવણીએ પહોંચવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે અનેક ઉમેદવારોની અટકાયત કરી લીધી છે. ઉમેદવારો પોતાનો રોષ વીડિયો બનાવી વ્યક્ત કરી રહ્યા છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...