Gandhinagar : આવતી કાલે ક્ષત્રિય સમાજ કરશે કમલમનો ઘેરાવો! રાજ શેખાવત દ્વારા કરવામાં આવી જાહેરાત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 19:03:14

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા વિવાદને શાંત કરવા કરાયેલા  પ્રયાસો નિષ્ફળ સાબિત થયા. ગઈકાલે મોટી રેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આવતી કાલે ગાંધીનગરમાં આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત રાજ શેખાવત દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે બપોરે 2 વાગ્યાની આસપાસ ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. 


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે ક્ષત્રિય સમાજની માગ 

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર આ માગ સાથે વિરોધ કરવામાં આવ્યો. થોડા દિવસ પહેલા પણ ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી તે બાદ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા એકદમ જડબેસલાક કરવામાં આવી ગઈ. પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. 


આવતી કાલે કરાશે ગાંધીનગરનો ઘેરાવો!

અનેક વખત આવેદનપત્ર આપી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. ગઈકાલે મોટા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. ત્યારે આવતી કાલે ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બાદ ગાંધીનગરમાં પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે.  એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે  રાજ્યભરમાંથી ક્ષત્રિયો કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઇને કમલમ પહોચે. ગાંધીનગર કમલમને ઘેરવાની જાહેરાત બાદ કમલમની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું કે અનેક વખત પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની વાત પર અડગ દેખાઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે શું થશે? 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?