લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઓપરેશન કમલમ શરૂ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે એવી અટકળો તેજ થઈ રહી છે કે આજે વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું. કોંગ્રેસમાંથી અથવા તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યમાંથી કોઈ રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ તેજ થઈ રહી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે સૌરાષ્ટ્રના ધારાસભ્ય હોવાની પાટનગરમાં અટકળો ચાલી રહી છે. ત્યારે આજે કોણ ધારાસભ્ય પદને છોડી શકે છે તેની પર સૌ કોઈની નજર છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે.
કોંગ્રેસના ધારાસભ્ય આજે આપી શકે છે રાજીનામું
ગઈકાલે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આપના ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન જ્યારે જમાવટની ટીમે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે હું આજે તો હું આમ આદમી પાર્ટીમાં જ છું. તે ઉપરાંત જમાવટની ટીમે પાટણના કિરીટ પટેલ સાથે પણ વાત કરી હતી.
ઈસુદાન ગઢવીએ રાજીનામાની વાતને લઈ આપી હતી પ્રતિક્રિયા
ગુજરાત વિધાનસભાનાં ત્રીજા ધારાસભ્યનાં રાજીનામાની અટકળ તેજ છે. જોકે કોઈ ધારાસભ્યએ હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષનો મળવાનો સમય નથી માગ્યો. વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી આજે પણ ગાંધીનગરમાં જ છે. કોંગ્રેસ અથવા આપના એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. આજે કયાંના ધારાસભ્ય અને કઈ પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેની પર ચર્ચાઓ થઈ રહી છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી વાતોની ચર્ચા થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે કહી રહ્યા છે કે આપના ધારાસભ્યો અડીખમ છે. તે બાદ આપના બે ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે આજે પણ કોંગ્રેસ તૂટી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.