Gandhinagar : કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે પહોંચેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે પોલીસે દેખાડી નિષ્ઠુરતા! દ્રશ્યો જોઈ તમે કહેશો કે...


  • Published By :
  • Published Date : 2024-06-18 16:24:08

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરના રસ્તા પર ઉમેદવારો પોતાના હક માટે ઉતર્યા હતા. રસ્તા પર ઉતરેલા ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે તેને જોઈ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય છે.. જે નિષ્ઠુરતાથી ઉમેદવારોને ખસેડવામાં આવી રહ્યા, ઘસેડવામાં આવી રહ્યા છે  તે સવાલો કરે એમ છે. શાંતિથી વિરોધ કરી રહેલા ઉમેદવારોને પોલીસ એવી રીતે ખસેડી રહી છે જાણે તે કોઈ આતંકવાદી હોય! 

ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે...  

ગુજરાતની સરકાર અને ગુજરાતની પોલીસને રાજ્યના યુવાનો કશુંક કહી રહ્યા છે.. યુવાનો જે કહી રહ્યા છે તેને સાંભળો..શાંતિથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા, તેમને આશા હતી કે સરકાર તેમનો અવાજ સાંભળે પરંતુ ઉમેદવારોનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. અનેક વખત રજૂઆત કરી છતાંય સરકારના પેટનું પાણી પણ નથી હલતું.. પોતાની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. આંદોલનને લઈ પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.. ઉમેદવારોની એટલી જ માગ છે કે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. સરકારને રજૂઆત કરવા જ્યારે જાય છે ત્યારે તેમની સાથે કરવામાં આવતું વર્તન અનેક સવાલો ઉભા કરે છે.



આવી રીતે તો ઉમેદવારો જોડે વર્તન ના જ થવું જોઈએ...!

આજે પણ જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત ટીંગાટોળી કરીને કરી હતી. મહિલા ઉમેદવારને પણ ખસેડવામાં આવી. જે રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે તે કદાચ કોઈને પણ સ્વીકાર્ય નથી. આવી રીતે જ્યારે દેશના ભાવિનું ઘડતર કરનારા શિક્ષકો સાથે વર્તન કરવામાં આવે તે સ્વીકાર્ય નથી. આપણે એવું કહીએ કે પોલીસની તાકાત માત્ર આવા સામાન્ય માણસો સામે ચાલે છે તો પણ ખોટા નથી. 


 

જ્યારે ઉમેદવારો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે.. 

પોલીસ આટલી આક્રામક તેવા લોકો સામે નથી દેખાઈ જે કાયદાનો ભંગ કરે છે. બુટલેગરો જે ખુલ્લેઆમ દારૂ વેચે છે, પોલીસ પર હુમલો કરે છે તેમની સામે પોલીસ હિંમત, દાદાગીરી નથી દેખાડતી.. પરંતુ પોલીસ દાદાગીરી પોતાના હક માટે, નોકરી માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેમની સામે દેખાડી રહી છે.. મુખ્યમંત્રીને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ પરંતુ આ કેસમાં નથી તો મુખ્યમંત્રીની મૃદુતા દેખાતી નથી અને નથી નિર્ણયોમાં મક્કમતા દેખાતી. શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા નહીં આવે તો ક્યાં જશે? જે રીતના ઉમેદવારોને ઘસેડવામાં આવે છે તેને લઈ પોલીસને એક પ્રશ્ન કરવો છે કે શું પોલીસ વિરોધ કરવા આવેલા ઉમેદવારો આતંકવાદી છે? ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવજો..   



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.