ગુજરાતમાં શિક્ષકોની કમી છે તેવી વાતો અનેક વખત કરવામાં આવી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ છેલ્લા કેટલાય સમયથી માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવા માટે પણ ઉમેદવારો ગાંધીનગર ગયા છે પરંતુ તેમની સાથે કેવા પ્રકારનું વર્તન થાય છે તે આપણે જાણીએ છીએ. ત્યારે શિક્ષકોની ભરતી અંગનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શિક્ષકોની કરી આની સાથે તુલના!
હાલ વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે. સરકારે જાહેર કરેલા વર્ષ 2024-2025ના અંદાજપત્રમાં શિક્ષણ જેવા ક્ષેત્રો માટે પણ બજેટ ફાળવ્યું છે. પણ સરકારે રજૂ કરેલા બજેટથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે. 6 ફેબ્રુઆરીએ અમિત ચાવડાએ સરકાર પર વિધાનસભામાં પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ નેતાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવ્યા હતા. અમિત ચાવડાએ સરકારની શિક્ષણ નીતી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે , જ્ઞાન સહાયકોની સ્થિતિ ખેતરમાં કામ કરતાં દાડિયા જેવી છે. અગિયાર માસ પછી આ શિક્ષકોનું કોઈ ભવિષ્ય નથી.
અમિત ઠાકરે અમિત ચાવડા પર કર્યા પ્રહાર!
ભાજપ ધારાસભય અમિત ઠાકરે અમિત ચાવડાને જવાબ આપી દીધો છે અને પલટવાર કરતાં કહી દીધું કે અમિત ચાવડાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવી શિક્ષકોનું અપમાન કર્યું છે. 2001થી લઈ આજ સુધી એક લાખ સાઠ હજાર જેટલા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. મહત્વનું છે ગુજરાતના શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે તેવું લાગી રહ્યું છે.