ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. આંદોલન કરવા માટે પહોંચેલા ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે અનેક સવાલો કરે એમ છે. મહિલા ઉમેદવારો સાથે જે પ્રમાણે વર્તન કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો આપણી સામે છે. ત્યારે એક વીડિયો આંદોલન વખતનો સામે આવ્યો છે જેમાં મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે.
ઉમેદવારોએ શંકા સાથે સંતોષ પણ અનુભવ્યો
મોટાભાગના ઉમેદવારોએ ભરતીનો ભરોસો આપવા માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે, આટ આટલું માર્યા પછી પણ એ લોકો સરકારને કોઈ જ દ્વેષ ભાવના કે નફરત સાથે નથી જોઈ રહ્યા. બસ એ જેની પ્રતિક્ષામાં હતા એ સાંભળીને થોડી શંકા સાથે પણ સંતોષ મહેસુસ કરે છે. જે 5 સેકન્ડની ક્લિપ સામે આવી છે એ ખતરનાક અને અતિશય દર્દનાક છે. આંદોલન દરમ્યાન ખાસ તો સ્ત્રી શિક્ષકો સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અનેક સવાલો ઉભા કરે છે.
ઉમેદવારો આવા દિવસોને નહીં ભૂલી શકે...!
આ તસવીરો આપણાં રાજ્યની અસ્મિતાને શોભતી નથી, ના સરકારની ગરિમાને શોભે છે અને છતાંય સામે આવે છે તો મતલબ સિસ્ટમનો મોટો હિસ્સો આ વાતોને સામાન્ય માની ચુક્યો છે... એ દરેક તસવીરો ફરીથી જુઓ જે ગુજરાતના રસ્તાઓ પર સામે આવી, હવે ભુલી પણ જવાશે પણ આ લોકોને નોકરી મળ્યાં પછી પણ સંઘર્ષના એ દિવસો નહીં ભૂલી શકે જે એમનાં હિસ્સામાં નહોતા આવવા જોઈતા. ત્યારે આ વીડિયો વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.