Gandhinagar:TET-TAT પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં, કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો યુવરાજસિંહ અને જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કરશે આંદોલન!


  • Published By :
  • Published Date : 2024-06-18 11:34:50

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આંદોલન કરવાના છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. શાળામાં વિદ્યાર્થીઓ તો હોય છે પરંતુ શિક્ષકો નથી હોતા. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની બદલીમાં કરાર આધારીત યોજના લઈ આવી. કરાર આધારીત ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવાના છે. ગાંધીનગર ખાતે સરકાર સામે મહા આંદોલન કરવામાં આવવાનું છે ઉમેદવારો દ્વારા.

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો કરશે હલ્લાબોલ 

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. શિક્ષકો નહીં હોવાને કારણે દેશનું ભાવિ ખતરામાં દેખાઈ રહ્યું છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓને ભણતર નથી મળતું. શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી થાય તે માટે આજે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરવાના છે. મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરવા માટે ગાંધીનગર જવાના છે. યુવરાજસિંહ જાડેજા તેમજ જિગ્નેશ મેવાણી દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય..



જિગ્નેશ મેવાણી તેમજ યુવરાજસિંહ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા જેનો વિરોધ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારીત નોકરીનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની ભરતીની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી શિક્ષકોની કાયમી  ભરતી નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. મહત્વનું છે કે આંદોલનમાં કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. 



અનેક વખત રજૂઆત કરવાનો ઉમેદવારોએ કર્યો છે પ્રયત્ન 

ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા રજૂઆત કરવા માટે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આજે આંદોલન કરવામાં ઉમેદવારો સફળ થાય છે કે પછી પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે