સોશિયલ મીડિયાનો જમાનો છે. લાઈક મેળવાના ચક્કરમાં યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા પહેલા નથી વિચારતા.. સોશિયલ મીડિયા પર સ્ટંટ વાળા વીડિયો વાયરલ થતાં અનેક કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી કરતી હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે. ત્યારે ગાંધીનગરથી આવા જ સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસે જોખમી સ્ટંટ કરનાર 20 જેટલા નબીરાઓ વિરૂદ્ધ પોલીસે એક્શન લીધા છે. ગાંધીનગરમાં આઈકોનિક રોડ પર અનેક નબીરાઓ મોંઘીઘાટ ગાડીઓને પુરઝડપે દોડાવી રહ્યા છે.. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે જ્યારે અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.
લોકો પોતાના જીવને મૂકે છે જોખમમાં!
રીલ્સ બનાવા માટે યુવાનો કઈ હદ સુધી જઈ શકે છે તે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ છીએ ત્યારે જોતા હોઈએ છીએ.. પોતાના જીવની પરવા તો અનેક વખત લોકો કરતા જ નથી પરંતુ કોઈ વખત તો સામે વાળાના જીવનની પણ પરવાહ લોકો નથી કરતા. અનેક રીલ્સ તો એવી હોય છે જે જોયા પછી આપણને બીક લાગવા લાગે છે. એ લોકોના દિમાગમાં કદાચ એવું હોય છે કે જેટલો જોખમી સ્ટંટ એટલા વધારે લાઈક.. સ્ટંટ કરનાર લોકો એ ભૂલી જાય છે કે પોલીસ પણ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જોખમી વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરે છે.
વીડિયો વાયરલ થતા કરાઈ કાર્યવાહી
ત્યારે ગાંધીનગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નબીરાઓ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા 'આઇકોનિક રોડ' પર 10થી વધુ લકઝુરિયસ કાર ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો જ વાયરલ થતા હોય છે જેમાં કાયદા અને વ્યવસ્થાને પકડાર કરવામાં આવતો હોય તેવું લાગે છે. આ વીડિયો વાયરલ થતા પોલીસે નબીરાઓની તપાસ કરવાની શરૂઆત કરી.. અને 7 જેટલા નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ હાથ ધરી હતી. મહત્વનું છે કે જે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે તે વીડિયો બે મહિના પહેલાનો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.