Gandhinagar Policeએ ઝડપી પાડ્યો નકલી GST અધિકારી, આ રીતે વેપારીઓ પાસેથી પડાવતો હતો પૈસા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-19 15:35:39

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક શબ્દ પ્રચલિત થઈ રહ્યો છે તે છે નકલી... કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી ડિવાયએસપી પકડાય છે. કોઈ વખત આખે આખું એક નહીં પરંતુ બે ટોલનાકા પકડાય છે તો કોઈ વખત ધારાસભ્યનો નકલી પીએ પકડાય છે. નકલી અધિકારીઓ પકડાવાનું જાણે સામાન્ય થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. આ બધા વચ્ચે આજે નકલી જીએસટી અધિકારી પકડાયો છે. નકલી  જીએસટી અધિકારી બનીને વેપારીઓ સાથે તોડ કરતો હતો. ગાંધીનગર પોલીસે નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડ્યો છે. 


નકલી જીએસટી અધિકારી ઝડપાયો 

ગુજરાતમાં જાણે નકલીની ભરમાર થઈ રહી હોય તેમ એક બાદ એક નકલી અધિકારીઓ મળી રહ્યા છે. કોઈ વખત નકલી ડિવાયએસપીનો પર્દાફાશ થયો તો કોઈ વખત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નકલી પીએ બની ફરતા વ્યક્તિનું કારસ્તાન બહાર આવે છે. થોડા સમય પહેલા નકલી ટોલનાકું ઝડપાયું હતું અને તો કોઈ વખત નકલી ખાદ્ય પદાર્થો પકડાય છે. આ બધા વચ્ચે ગાંધીનગર પોલીસે નકલી જીએસટી અધિકારીને પકડી પાડ્યો છે.  નકલી GST ઓફિસર બનીને વેપારીઓ સાથે તોડ કરનારા આરોપીને LCBની ટીમે પકડી  પાડ્યો છે.  

 


અધિકારી બનીને કરતો હતો છેતરપીંડિ 

નકલી જીએસટી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. નકલી અધિકારી બનીને કેટલા વેપારીઓને ચૂનો લગાવ્યો છે તે અંગેની તપાસ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના તલોદના એક વેપારીના ત્યાં જીએસટીની રેડ પડી હતી અને જીએસટી હિસાબમાં ગોટાળાના બહાને વેપારીનો તોડ થયો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખબર પડતા તેણે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

પોલીસ આ મામલામાં કરી રહી છે તપાસ 

પોલીસ ફરિયાદ થતાં જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો. ગાંધીનગરના નાના ચિલોડા ખાતે રહેતો અને જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો. પોતાના મિત્રો સાથે મળીને વેપારીઓને ઠગતો હતો. કમલેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એલસીબીએ જીએસટી અધિકારીની નકલી ઓળખ આપનાર ગેંગની શોધખોળ ચાલી રહી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?