ગાંધીનગર ખાતે કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા. વાંસદના ધારાસભ્ય અનંત પટેલ એકદમ આક્રામક દેખાયા હતા. પોતાના ભાષણમાં તેમણે ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગાંધીનગર ખાતે જ્યારે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે મહિલા ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે વાતનો ઉલ્લેખ તેમણે પોતાના ભાષણમાં કર્યો હતો. અનંત પટેલે કહ્યું કે અમારી બેનોને ઢસડવાની હિંમત કરી તો તમને તમારી ઓફિસમાંથી બહાર કાઢીશું.
શિક્ષણ મુદ્દે કોંગ્રેસે્ સરકારને ઘેરી
ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોએ અનેક વખત પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કોંગ્રેસ ધારા કરવામાં આવી રહ્યા છે.
યુવરાજસિંહ પણ જનમંચ કાર્યક્રમમાં હાજર
ગાંધીનગર ખાતે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધરણા કાર્યક્રમમાં અનંત પટેલ, અમિત ચાવડા સહિતના નેતાઓ ત્યાં હાજર છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી તેમજ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ પણ કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ ધરણા કાર્યક્રમમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ એકદમ આક્રામક દેખાયા છે.