ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ થઇ ગયું છે. સરકારની જાહેરાત બાદ સત્તાવાર છૂટ અપાઈ છે. સત્તાવાર રીતે બે એકમોને છૂટ આપવામાં આવી છે. 2 સ્થળોએ દારૂ પરમીટની છૂટ આપવામાં આવી છે. 2 હોટેલોને દારૂ પીરસવાની પરવાનગી મળી છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સત્તાવાર છૂટ અપાઈ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક હોટલ અને એક ક્લબને દારૂની પરમિટ મળી છે. હોટલ ગ્રાન્ડ મરક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબમાં હવે દારૂ મળશે.
લિકર પરમિટને લઈ નિયમો કરાયા છે જાહેર!
ગિફ્ટ સીટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર કરાયા હતા. જે હેઠળ દારુનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. જ્યારે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. ઉપરાંત અધિક્રૃત અધિકારી પાસેથી પરમિટ લેવી પડશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે.
શું હોય છે એફએલ-3 લાયસન્સ?
એફએલ-3 લાયસન્સની વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા અંગેનું લાયસન્સ. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલ અથવા આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે. FL-3 લાયસન્સધારક, લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટધારક જો કાયદા નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
ફોરેન નિવેશકોને આકર્ષવા સરકારે આપી હતી છૂટ
સરકાર અને ગિફ્ટ સિટીનાં સૂત્રોનું માનીએ તો આ પોલિસી કહેવત ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ને સાર્થક કરે છે. સાબરમતીના કિનારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ અને ટેક હબ બનાવવું એ નરેન્દ્ર મોદીનું સ્વપ્નું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી હતું. પરંતુ એક નાની અડચણ બાધા બની રહી હતી. જોકે, નવી વાઇન ડાઇન પોલિસીથી ગિફ્ટ સિટીને ફાયદો થશે. ફોરેન નિવેશકોને આકર્ષવા માટે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી હતી. મહત્વનું છે કે આ બાદ રાજનીતિ ગરમાઈ હતી.