Gandhinagar : કમલમને ઘેરવાનો ક્ષત્રિય સમાજનો પ્લાન! રાજ શેખાવત કમલમ પહોંચે તે પહેલા તેમની કરી લેવાઈ અટકાયત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 13:03:29

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા પણ નામાંકનને લઈ અડીખમ દેખાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા અનેક વખત માફી પણ માગી ચૂક્યા છે તો પણ આ વિવાદ શાંત થાય તેવા એંધાણ હાલ દેખાઈ નથી રહ્યા તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. આ બધા વચ્ચે કરણી સેનાના અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આજે ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવામાં આવશે. આ જાહેરાત બાદ કમલમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પર રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે

.  

પાઘડી નીકળી જતા રાજ શેખાવત લાલઘૂમ થયા

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરાવા ક્ષત્રિય સમાજ અડગ!

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે જ્યારથી ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે બેઠકો પર ભાજપે ઉમેદવારને બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા સીટ પર પણ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. પોતાની માગ પર સમાજ અડગ છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તે પ્રયાસો નિષ્ફળ સાબિત થયા.  


રાજ શેખાવતની કરાઈ અટકાયત!

થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે રેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. પોતાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. આ બધા વચ્ચે આજે કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરણી સેના દ્વારા કરવામાં આવી હતી. રાજ શેખાવત દ્વારા આ જાહેરાત કરાતા કમલમમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળને તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થાય તે માટે આહ્વાહન કરવામાં આવ્યું છે. બપોરના સમયે કરણી સેના કમલમનો ઘેરાવો કરવાની છે.આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે રાજ શેખાવતને નજર કેદ કરી લેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના અધ્યક્ષને નજર કેદ કરી લેવાયા છે તેવી માહિતી સામે આવી હતી પંરતુ તે બાદ એવી માહિતી સામે આવી કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે... કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરાયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?