વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી.15000થી વધુ એવા ઉમેદવાર છે કે જે મોટા ખર્ચા કરી ભણી અને ડિગ્રી મેળવી છે.તેમ છતાં 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. 29 તારીખે નેશનલ ગેમ્સનો વિરોધની ઉમેદવારો દ્વારા ચીમકી આપવામાં આવી છે
ગાંધીનગરમાં વધુ એક આંદોલન
ગુજરાત સરકાર સામે ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના આંદોલન ચાલી રહ્યા છે.અમુક આંદોલન માંગણી સ્વીકારાતા સમેટાયા. તો અમુક આંદોલન હજુ પણ યથાવત ચાલી રહ્યા છે.સરકાર સામે વધુ એક આંદોલન શરુ થયું છે.વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. રાજયમાં 15000થી વધુ એવા ઉમેદવારો છે કે જે ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે મોટા ખર્ચા કરીને પણ ભણીને ડીગ્રી મેળવીને બેઠા છે. પરંતુ સરકારે ભરતી કરતીને તેમની ડીગ્રીઓને નકામી બનાવી દીધી છે.અત્રે નોંધનીય છે કે, હજારો યુવકો વ્યાયામ ઉચ્ચ અભ્યાસ કરી નેશનલ કક્ષાની રમતોમાં ભાગ લઇ. બી. પી. એડ., સી. પી. એડ ,ની ડિગ્રીઓ ધરાવતા યુવાનો પણ બેરોજગારીની કારણે બેઠા છે
ગુજરાતમાં ખેલ મહાકુંભ અને કલાકુંભ ઉજવીને કરોડોનાં ખર્ચા કરાય છે
વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં ઘણા વર્ષથી ભરતી કરવામાં આવી નથી.બી. પી. એડ. અને સી. પી. એડની ડિગ્રી હોવા છતાં ઉમેદવારો બેરોજગાર ફરી રહ્યા છે .ઉમેદવારોએ આટલા પૈસા બગાડ્યા આટલો સમય બગાડ્યો છતાં હજુ સુધી કોઈ પણ ભરતી કરવામાં આવી નથી. જેને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચી ભરતી કારોના નર સાથે વિરોદ્ધ નોંધાવ્યો હતો