Gandhinagar : OPS મુદ્દે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, સત્યાગ્રહ છાવણીમાં કર્મચારીઓનો હલ્લાબોલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-23 16:39:39

ગાંધીનગર પાટનગરમાં જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન છેડ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનને લઈ સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની માગ છે કે નવી પેન્શન યોજનાને નાબુદ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.


લોકસભા ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓ આંદોલનના માર્ગે

છેલ્લા ઘણા સમય વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.  


2004માં બંધ કરવામાં આવી હતી જૂની પેન્શન યોજના!

વિશ્વનું દરેક અર્થતંત્ર તેના વૃદ્ધોની કદર કરતુ હોય છે , કેમકે આ વૃદ્ધો એક સમયે અર્થતંત્ર માટે કામ કરતા હતા અને અર્થતંત્રના ફેલાવામાં યોગદાન આપતા હતા . આ કદરએ પેન્શન થકી થાય છે . આપણા ભારતમાં પણ આ જ પેન્શન scheme આઝાદી બાદ ચાલુ હતી . પરંતુ ૨૦૦૪માં આ ઓલ્ડ પેન્શન scheme બંધ કરવામાં આવી. ત્યારબાદ આ જ વર્ષે નવી પેન્શન scheme શરુ કરવામાં આવી હતી . 


ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં સરકારીઓ પહોંચ્યા!

ભારતની એ વખતની સરકારોનો દાવો એ હતો કે , કુલ બજેટના ૪૦ ટકા માત્ર ને માત્ર પેન્શન આપવામાં જ જતા રહે છે અને આપણે આ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને નવી પેન્શન scheme નો અમલ કરવામાં આવ્યો . હાલમાં ભારતમાં છત્તીસગઢ , રાજસ્થાન , હિમાચલ પ્રદેશ , ઝારખંડ , પંજાબમાં જ આ OPS લાગુ છે પણ હવે ગુજરાતમાં પણ આ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ભેગા થયા છે .ગુજરાતમાં આ જૂની પેન્શન scheme ને લાગુ કરવા , અત્યાર સુધી આ આંદોલન જિલ્લા સ્તરે હતું હવે આ આંદોલન રાજ્ય સ્તરે પહોંચ્યું છે . 


સેંકડો કર્મચારીઓ આજે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે . સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે .આંદોલનકારીઓની  એક જ માંગ છે ," સરકાર આપેલા વચનો પુરા કરે . અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું". ગુજરાતમાં આ આંદોલન વિધાનસભા વખતે પણ ચાલુ હતું , અને હવે લોકસભાના ઇલેકશન વખતે પણ આ આંદોલન ચાલુ થયું છે . આજે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા છે . જેને લઈને સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લેબંઘી કરી દીધી છે . 

આ અધિકારીઓ કરી રહ્યા છે આંદોલન

આ પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થશે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે . OPS એટલે જૂની પેન્શન યોજનાનો અમલ. ફિક્સ પગારને મૂળ અસરથી દૂર કરો , બાકી પ્રશ્નોનું પણ નિરાકરણ થાય સાતમા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?