Gandhinagar : Loksabha Election પહેલા Congressના નેતા, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, CM- C.R.Patilની હાજરીમાં અર્જુન ખાટરિયાએ ધારણ કર્યો કેસરિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-16 17:09:13

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આજે ભરતી મેળો યોજાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલની હાજરીમાં પૂર્વ ધારાસભ્યો, આગેવાન તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે 15થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થયા છે. ગાંધીનગરના કમલમ ખાતે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. 

ભાજપમાં આજે યોજાયો ભરતી મેળો!

અનેક વખત ચૂંટણી સમયે જોડ-તોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ભાજપમાં મુખ્યત્વે ચૂંટણી પૂર્વે ભરતી મેળો યોજવામાં આવતો હોય છે. ભરતી મેળો એટલે કે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય છે. ઉત્તરાયણની સમાપ્તી થતા કમૂરતાનો અંત થાય છે અને સારા કામોની શરૂઆત થાય છે. ત્યારે ભાજપમાં આજે ભરતી મેળો થયો છે કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. 

અર્જૂન ખાટરિયાએ કર્યા કેસરિયા

સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા 

એક તરફ કોંગ્રેસ પક્ષ મજબૂત બની રહ્યું છે તો કોંગ્રેસ નબળી જોવા મળી રહી છે. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં છે ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 


કોણે કોણે કેસરિયો કર્યો ધારણ? 

જેટલા લોકો ભાજપમાં જોડાયા છે તેમની વાત કરીએ તો 12 જિલ્લા પંચાયતના સભ્યો છે, 5 પુર્વ કોર્પોરેટરો છે, 5 ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડેલા ઉમેદવારો છે. 3 એપીએમસીના ચેરમેન, તાલુકા જિલ્લા પંચાયત લડેલા ૨૦૦ નેતા જિલ્લા અને રાજ્યસ્તરના સંગઠનમાં કાંગ્રેસ અને આપમાં કામ કરતા નેતા, કાર્યકરોનો સમાવેશ થાય છે 40 જેટલી બસો ભરીને તો લોકો ભાજપમાં જોડાયા હતા. આ વાંચ્યા પછી કદાચ તમે પણ કહેશો આ તો હજી શરૂઆત છે આગળ આગળ જુઓ હજી શું શું થાય છે?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?