Anand નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-08 11:18:00

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ છાશવારે આપણી સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત આણંદમાં સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ થયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જે યુવકોના મોત આ અકસ્માતમાં થયા છે તે બોરસદના વતની છે. અકસ્માતને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ આરંભી હતી.


હિટ એન્ડ રન કાયદાને લઈ ડ્રાઈવરોએ કર્યો હતો વિરોધ  

પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ વધી રહી રહ્યા છે. અનેક પરિવારોએ અકસ્માતને પગલે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતના કેસમાં અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ જાય છે, સામેના વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ડ્રાઈવરો ફરાર થઈ જતા હોય છે. હિટ એન્ડ રનને લઈ કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી જેમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા સુધીના ડંડની જોગવાઈ કરવામાં આવી. પરંતુ ટ્રક ડ્રાઈવરો, ડમ્પર ડ્રાઈવરોએ આનો સખ્ત વિરોધ કર્યો જેને કારણે કેન્દ્ર સરકારે નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કર્યો છે. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ આંદોલન સમેટી લીધું હતું પરંતુ તે બાદ અકસ્માતના અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં મુખ્યત્વે ટ્રકોના છે. 


આણંદ નજીક સર્જાયો અકસ્માત જેમાં થયા ત્રણ લોકોના મોત

થોડા દિવસો પહેલા થરાદ-ડીસા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખોરડા ગામ નજીક ડમ્પરની અડફેટે ગાડી આવી ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પુત્રો તેમજ પતિ-પત્નીનો સમાવેશ થયો હતો. તેની પહેલા સાપુતારા નજીક અકસ્માત સર્જાયો હતો. ત્યારે ફરી એક વખત આણંદ નજીક એક્સિડન્ટ સર્જાયો છે જેમાં ચાર યુવાનોના મોત થઈ ગયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી જેને કારણે આ અકસ્માતની ઘટના બની. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...