Rajkotમાં થયો ગમખ્વાર અકસ્માત, રામાપીર મંદિર પાસે બાઈક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર, ઘટના સ્થળ પર નિપજ્યું મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-29 14:20:06

અકસ્માત...  આ શબ્દ સાનમાન્ય બની ગયો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડમાં આવતું વાહન વગેરે વગેરે... અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે એક અકસ્માત રાજકોટમાં બન્યો છે જેમાં પિતા અને તેમના પુત્રનું મોત ઘટનાસ્થળ પર નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે પિતા પુત્રનું મોત થયું છે તેમનું નામ અજય પરમાર અને શૈલેષ પરમાર છે. 

 

ઘટના સ્થળ પર નિપજ્યું મોત!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માત એટલા ભયંકર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટમાં સર્જાયો છે. ટેન્કર અને બાઈક વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળ પર પિતા અને પુત્રનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ટેન્કરના ટાયર નીચે માથુ આવી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


ખરાબ રસ્તાને કારણે ગયું ગાડીનું બેલેન્સ અને...  

આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ પ્રમાણે ખરાબ રસ્તાને કારણે બાઈકનું બેલેન્સ બગડ્યું. વાહનનું બેલેન્સ બગડતા વાહન સ્લીપ થયું અને પાછળથી ટેન્કર આવી ગયું અને તેમના માથા પર ફરી વળ્યું. અને અકસ્માત સર્જાયો છે. આ ઘટના સવારે 8.30 વાગ્યાની આસપાસ બની હતી તેવી માહિતી સામે આવી છે. પિતા અને પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ખરાબ રસ્તાને કારણે બાઈક ચાલકે બેલેન્સ ગુમાવ્યું. બંને નીચે પટકાયા અને માથું ટેન્કરના પાછળના ટાયરમાં આવી ગયું અને દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અકસ્માતોની સંખ્યામાં થયો છે ધરખમ વધારો 

ઉલ્લેખનિય છે કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ઘરેથી નીકળેલો માણસ પાછો આવશે કે નહીં તેની ખબર પણ નથી રહેતી. અકસ્માતોની સંખ્યા એ હદ સુધી વધી ગઈ છે કે જ્યાં સુધી માણસ ઘરે પાછો નથી આવતો ત્યાં સુધી ટેન્શન રહ્યા કરે છે. ખરાબ રસ્તો તો એક મોટો પ્રશ્ન બની ગયો છે. અનેક વખત અકસ્માત બિસ્માર રસ્તાને કારણે સર્જાય છે અને લોકો મોતને ભેટે છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?