લખીમપુર ખેરીમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 09:44:07

લખીમપુર ખેરી જિલ્લામાં પીલીભીત બસ્તી હાઈવે પર શારદા પુલ પાસે બસ અને ટ્રક સામસામે અથડાયા. આ દુઃખદ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. છ લોકોના મોત પણ થયા છે.


ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અનેક મહિલાઓ સહિત છ મુસાફરોના મોત થયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ લખીમપુર ખેરી જિલ્લાના પીલીભીત બસ્તી હાઈવે પર શારદા પુલ પાસે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુઃખદ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. છ લોકોના મોત પણ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાય રહ્યું છે.


પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે જ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...