હિમાચલના કુલ્લુમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત:ટેમ્પો ટ્રાવેલર ખાડીમાં પડતાં 7નાં મોત, 10 ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 08:32:27

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ટેમ્પો ટ્રાવેલર ખાડીમાં પડતાં ઓછામાં ઓછા સાત પ્રવાસીઓનાં મોત થયાં અને અન્ય દસ ઘાયલ થયા.આ ઘટના રવિવારે રાત્રે બની છે.

બંજર ઘાટીના ઘિયાગી વિસ્તારમાં રવિવારે રાત્રે 8:30 વાગ્યે એક પ્રવાસી વાહન ભેખડ પરથી નીચે પડતાં સાત લોકોનાં મોત થયાં છે અને 10 અન્ય ઘાયલ થયા. પાંચ ઘાયલોને કુલ્લુની ઝોનલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.બંજરના બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ સોમવારે મધરાત્રે12.45 વાગ્યે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેસબુક લાઈવ પર એક વીડિયો સ્ટ્રીમ કરીને અકસ્માતની જાણકારી આપી.શૌરીએ અંધારું હોવા છતાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિકોનો આભાર માન્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે