ગદર-2 ફિલ્મ પહેલા સિનેમા ઘરોમાં રિલીઝ થશે 'ગદર'! સની દેઓલે સોશિયલ મીડિયા પર શેર કરી જાણકારી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-27 17:35:43

ગદર 2 ફિલ્મ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સની દેઓલ અને અમીષા પટેલની જોડીએ ગદર ફિલ્મમાં ધૂમ મચાવી હતી. વર્ષ 2001માં ગદર: એક પ્રેમ કથા ફિલ્મ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે ગદર-2 ફિલ્મની રિલીઝ પહેલા ગદર ફિલ્મ 22 વર્ષ પછી ફરી એક વખત રિલીઝ થવાની છે. ઝી સ્ટુડિયો પહેલા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

  

આ તારીખે રિલીઝ થવાની છે ગદર-2 ફિલ્મ!

11 ઓગષ્ટ 2023ના રોજ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-2 રિલીઝ થવાની છે. ગદર ફિલ્મને લઈ સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ ગદર : એક પ્રેમ કથાનું પોસ્ટર શેર કર્યું છે. ફોટો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું  કે 'વો હી પ્યાર, વો હી કહાની, પર ઈસ બાર અલગ એહસાસ!' ગદર: એક પ્રેમ કથા ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 9 જૂનના રોજ 4K અને ડોલ્બી એટમોસ સાઉન્ડની સાથે ફિલ્મ રિલીઝ થશે. તે પણ લિમિટેડ પીરિયડ માટે. 



ફિલ્મમાં જોવા મળશે આ કલાકારો!  

સોશિયલ મીડિયા પર સની દેઓલે ગદરનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં ફિલ્મના અમુક સીન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલર પર દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગદરને મળેલા સારા રિસ્પોન્સને જોતા ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા ગદરની સિક્વલ લાવી રહ્યા છે. ગદર-2માં પણ તારા સિંહની ભૂમિકા સની દેઓલ ભજવી રહ્યા છે જ્યારે સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે. ગદરનું ટ્રેલર જોઈ લોકો પાગલ થઈ રહ્યા છે..             



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?