અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોની ઉષ્મા ફરી એકવાર G-20 સમિટની પૂર્વ સંધ્યાએ જોવા મળી હતી. G-20 સમેલનમાં ભાગ લેવા માટે બિડેન શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ પછી તેમની અને પીએમ મોદી વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બિડેન દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાનના સત્તાવાર આવાસ પર પહોંચ્યા જ્યાં PM મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બિડેન જેવા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડા શુભેચ્છા શબ્દોનું આદાન-પ્રદાન કર્યું હતું.
45 મિનિટ સુધી ચાલી બેઠક
નવી દિલ્હીમાં G20 સંમેલનની શરૂઆતના એક દિવસ પહેલા શુક્રવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બંને દેશોના વડાઓ વચ્ચે કુલ પિસ્તાળીસ મિનિટ સુધી દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. વડાપ્રધાન મોદી અને જો બાઇડન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણામાં બંને દેશોના સાત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ જો બાઇડન મૌર્ય હોટલ જવા રવાના થયા હતા. સાંજે સાત વાગ્યે દિલ્હી ઉતર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સીધા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને દ્વિપક્ષીય બેઠક કરી.
VIDEO | PM Modi holds bilateral meeting with US President @JoeBiden.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/aqPkL8q4Ox
— Press Trust of India (@PTI_News) September 8, 2023
પીએમ મોદીએ કર્યું ટ્વીટ
VIDEO | PM Modi holds bilateral meeting with US President @JoeBiden.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/aqPkL8q4Ox
— Press Trust of India (@PTI_News) September 8, 2023બેઠક અને વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે અમારી બેઠક ફળદાયી રહી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી અને જો બાઇડન વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અમારી મિત્રતા વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ આગળ લઈ જઈશું.