ઈન્ડોનેશિયામાં આજથી શરૂ થયેલા બે દિવસના 17માં જી-20 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી મોદી બાલી પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે અન્ય દેશોના પ્રધાનમંત્રીઓ અને પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. જેમાં બ્રિટનના ભારતીય મુળના વડાપ્રધાન ઋષિ સુનકનો પણ સમાવેશ થતો હતો.
પીએમ મોદીની ઋષિ સુનક સાથે બેઠક
જી-20 શિખર વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટીશ સમકક્ષ ઋષિ સુનક સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ વૈશ્વિક સમસ્યાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીની યુકેના પીએમ ઋષિ સુનક સાથે આ અનૌપચારિક મુલાકાત કરી હતી.
તે ઉપરાંત પીએમ મોદીએ અમેરિકાના પ્રુમખ જો બિડેન અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુએલ મૈક્રો સાથે પણ મુલાકાત કરી હતી. આ તમામ મુલાકાત દ્વિપક્ષીય નહીં પણ અનૌપચારિક છે.