લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ હોય, કોંગ્રસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ કમરકસી લીધી છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે. આપે આ અંગેની જાણકારી આપી હતી પરંતુ કોંગ્રેસે આ વાતનો ઈન્કાર કર્યો હતો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ભરૂચ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે.
દેવાંશી જોષીએ ચૈતર વસાવાને પૂછ્યો સીધો સવાલ
આમ આદમી પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાની પસંદગી કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થતા જ એવી વાતો થવા લાગી હતી કે ભાજપમાં ચૈતર વસાવા જોડાઈ શકે છે. ભાજપમાં તે જોડાઈ શકે છે. આવી વાતો વહેવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે દેવાંશી જોષીએ આ મામલે ચૈતર વસાવાએ સીધો સવાલ કર્યો હતો. દેવાંશી જોષીએ પૂછ્યું હતું કે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેનો જવાબ તેમણે આપ્યો હતો.
ભાજપમાં 156 લોકો છે એ લોકો પણ એક બીજાને નથી ઓળખતા!
ડિબેટ શોમાં જ્યારે દેવાંશી જોષીએ ચૈતર વસાવાને આ સવાલ પૂછ્યો હતો ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે ઘણા લોકો એવું પણ માને છે કે જે પાર્ટી સત્તામાં હોય પછી જ કામ થાય તો ચૈતરભાઈ પણ એમાં જાય અને ભાજપમાં જઈ કામ કરશે તો કામ વધારે થશે. પણ આવું કંઈ જ નથી. ભાજપના ખુદના 156 લોકોને એકબીજા ઓળખતા નથી. અંદર અંદર પરિચય આપવો પડે છે. જ્યારે આજે અમારી આજુ બાજુ ભાજપના ધારાસભ્ય છે, નસવાડીમાં ભાજપના ધારાસભ્ય છે, ઝઘડિયામાં પણ ભાજપના ધારાસભ્ય છે, એના કરતા પણ લોકો અમારા કામોને વખાણે છે. ત્યારે ભાજપમાં જવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. અને અહીં ગુજરાતમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં શાસન છે ખુદ મનસુખ વસાવા પણ ખુદ ઘણા સમયથી છે, પછી પણ તેમને મૂંઝવણ છે કે અમારૂં કહેલું પણ કામ થતું નથી. ત્યારે અમારો ભાજપમાં જવાનો સવાલ ઉપસ્થિત થતો નથી.