આવતી કાલથી ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ- ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરો આ મુદ્દાઓને લઈ કરશે વિરોધ! જાણો શું છે તેમની માગ?


  • Published By :
  • Published Date : 2024-01-22 17:02:20

જો તમને કહેવામાં આવ્યું હોય કે તમને મહિને આટલા હજાર આપવામાં આવશે પરંતુ અચાનક જો તમારા પગારમાં કાપ મૂકાય તો? આવું જ કંઈક થયું છે ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ- ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરો સાથે. પહેલા તેમને કહેવામાં આવ્યું કે તેમને stipend તરીકે તેમને 84 હજાર આપવામાં આવશે. પરંતુ હવે તેમના stipendમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 84000 મળવાના હતા પરંતુ એવી માહિતી આપવામાં આવી કે તેમને 63000 આપવામાં આવશે. એવી પણ જાણ કરવામાં આવી કે જે રેસિડન્ટ ડોક્ટરના સિનિયર છે તેમને પણ 84000ની બદલીમાં 63000 આપવામાં આવશે. 


સ્ટાઈપન્ડમાં કરાયો ઘટાડો! 

ડિગ્રી ઓફ નેશનલ બોર્ડની ગાઈડલાઈન્સ અનુસાર ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ - ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોને 84000 stipend આપવામાં આવે છે. રેસિડન્ટ ડોક્ટરને કહીને લેવામાં આવ્યા. પરંતુ 6-10-2023થી રેસિડન્ટ ડોક્ટરના સ્ટાઈપન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 84 હજાર આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ પછી તે ઘટીને 63 હજાર થઈ ગઈ. આ વાતની જાણ માત્ર મૌખિક રીતે કરવામાં આવી છે, આ અંગેનો પરિપત્ર પણ જાહેર નથી કરવામાં આવ્યો નથી. DNB-NMEMS દ્વારા આ અંગેની માહિતી આપવામાં નથી આવી. આવતી કાલથી સ્ટ્રાઈક પર ઉતરશે તેવી માહિતી સામે આવી છે. 


આ મુદ્દાનો થઈ રહ્યો છે વિરોધ!

જે રેસિડન્ટ ડોક્ટરને 84 હજાર આપવામાં આવતા હતા તેમની પાસેથી પણ પૈસા રીકવર કરવામાં આવશે. તે ઉપરાંત હોસ્ટેલ ફી જે સામાન્ય રીતે નથી લેવામાં આવતી તે પણ લેવામાં આવે છે. ઓપચારિક રીતે તે include નથી હોતી પરંતુ 3 હજાર હોસ્ટેલ ફી જે લેવામાં આવે છે તેને રદ્દ કરવામાં આવે તેવી માગ રેસિડન્ટ ડોક્ટરો કરી રહ્યા છે. સિક્યોરિટી ડિપોઝીટ પેટે એક મહિનાનો પગાર લેવામાં આવે છે. ઉપરાંત હોસ્ટેલ ડિપોઝીટ પેટે જે 10 હજાર લેવાની વાત કરવામાં આવી છે તેનો વિરોધ રેસિડન્ટ ડોક્ટર કરી રહ્યા છે. આમ પ્રથમ સિનિયર ડૉકટરો ને મહિનાનું 3000 થી 5000 જેવું સ્ટાઈપેંડ મળે છે અને બીજા વર્ષના સિનિયર ડોકટરો ને 35000 જેવું સ્ટાઈપેંડ મળે છે. આ અંગની રજૂઆત DNB, CEO of GMERS society PS of Health ministry and family Welfare, Central health ministry and family Welfare, Grivence portal PMO તેમજ CMOને કરવામાં આવી છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.