ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઈસુદાન ગઢવી આજે શપથ લેવાના છે.
ઈસુદાન ગઢવી બનશે નવા પ્રદેશ અધ્યક્ષ
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ સંગઠનમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવી મહારાષ્ટ્રના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. ઉપરાંત નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી ઈસુદાન ગઢવીને સોંપવામાં આવી છે.
સંગઠનમાં કરાયા છે અનેક ફેરફાર
4 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ તરીકેની ભૂમિકા ગોપાલ ઈટાલિયા સંભાળતા પરંતુ હવેથી આ જવાબદારી ઈસુદાન ગઢવીને સંભાળવી પડશે. ઉપરાંત ઝોન પ્રમાણે પણ પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરી તેમને જવાબદારી સોંપી છે. નવરંગપૂરામાં આવેલી કાર્યાલયની ઓફિસ ખાતે ઈસુદાન ગઢવી શપથ લેવાના છે.