વાત કચ્છની શરીફાની હોય કે પછી છોટાઉદેપુરમાં બોગસ શિક્ષણની જમાવટ માટે શિક્ષણ હંમેશા પ્રાથમિક મુદ્દો રહ્યો છે અમે હંમેશા ગુજરાતના કોઈ પણ ખૂણે ગયા તો સૌથી પહેલા ત્યાંના શિક્ષણની પરિસ્થિતિ જોવાની કોશિશ કરી છે

"મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે"
ગઈકાલે IAS ધવલ પટેલે સરકારને એક પત્ર લખ્યો હતો જે જોઈને આખું ગુજરાત ચોંકી ગયું હતું. જમાવટે પોતાનાં અનુભવ સાથે તેના પર અહેવાલ પણ લખ્યો અને આજે તેની અસર દેખાઈ IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં શાળા પ્રવેશોત્સવમાં જે શાળાઓની મુલાકાત લીધી તેની સ્થિતિ વર્ણવી હતી અને તે સ્થિતિ ભયંકર હતી છોટાઉદેપુરના 6 ગામની શાળાઓની હાલત દયનીય છે તેવું IAS ધવલ પટેલે પત્રમાં કહ્યું હતું. આ પત્રનાં જવાબમાં આજે રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે આનું બ્રિફિગ લીધું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે. જ્યાં કોઈ લેકિંગ હોય, જ્યાં કોઈ મુશ્કેલી હોય એ પ્રકારનું રિપોર્ટિંગ કરશો તો આગામી સમયમાં જ્યાં આગળ આપણને નાની મોટી તકલીફો માલુમ પડી છે, તે સુધારવાનો અવકાશ અને મોકો મળશે.

અમે જ્યારે શરીફા સાથે વાત કરી હતી ત્યારે રાજ્યમાં વાવાઝોડાની પરિસ્થિત હતી પણ શરીફાની નલિયામાં કોલેજ બનાવાની વાત એટલી મજબૂત હતી કે તેને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચાન્સિલરે સાંભળી અને કહ્યું કે કોલેજ એના સુધી પહોંચી જશે એટલું જ નહીં જ્યારે ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે ગયા ત્યારે શરીફએ પ્રોમિસ માંગ્યું અને અમિત શાહે શરીફાના માથે હાથ મૂકીને એને વચન આપ્યું કે કોલેજ એના સુધી પહોંચી જશે

આ મંથનનો સમય ચાલી રહ્યો છે
જે પ્રમાણે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મારે સારું નહિ સાચું સાંભળવું છે એટલે આ મંથનનો સમય ચાલી રહ્યો છે અને આ મંથનમાં હાલ તો સાચું ઝેર નીકળે છે પણ અમને વિશ્વાસ છે કે આગળ જતા અમૃત પણ જરૂર નીકળશે. અંતે CM ભુપેન્દ્ર પટેલે શિક્ષણ મુદ્દે સમજેલી વાત હોય કે પછી શરીફાનાં માથે હાથ મૂકીને પ્રોમિસ આપનાર ગૃહમંત્રી અમીત શાહ, એક દિવસ તો એવો આવશે જ્યારે શિક્ષણ દરેક વ્યક્તિની, નેતાની અને સરકારની પ્રાથમિકતા હશે અને તે દિવસ ખરેખર જમાવટ થઈ જશે!