26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે અને માત્ર ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કર્યા. ઉમેદવારને ચૂંટણી લડવા માટે જ્યારે પાર્ટી ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે ત્યારે અનેક સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.. ત્યારે આજે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિશે... આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સનત મેહતા ચૂંટાતા અને કોળી સમાજના પહેલા ધારાસભ્ય સોમાભાઈ પટેલ એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચેલા.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા બેઠક
જો સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 1996થી એક વાર કોંગ્રેસ અને એક વાર ભાજપના ખાતામાં ગઈ છે. પરંતુ 2014થી આ BJPનો ગઢ છે. 2014થી દેવજીભાઈ ફતેપરા, આ બાદ 2019માં મહેન્દ્ર મુંજપરા ચૂંટાયા. હવે BJPએ સુરેન્દ્રનગર પરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. તેઓ ચુંવાળિયા કોળી સમાજના છે જયારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકીટ આપી છે જે તળપદા કોળી સમાજના છે. આ લોકસભામાં સાત બેઠકો આવે છે. 7 વિધાનસભાઓ વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠક બીજેપી દ્વારા જીતી લેવાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર કોળી, દલિત, પાટીદાર, મુસ્લિમ સમાજો નિર્ણાયક બને છે.
ભાજપના ઉમેદવારોનો અનેક બેઠકો પર થયો વિરોધ
મહત્વનું છે કે અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત થતા વિરોધ શરૂ થઈ ગયો હતો. ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પહેલા જાહેર કરવામાં આવ્યા હોય અને પછી તેને બદલવામાં આવ્યા હોય.. અનેક એવી બેઠકો છે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે...