NCERT પુસ્તકોમાં હવે ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવશે તેવો નિર્ણય એનસીઈઆરટી પેનલ દ્વારા લેવામાં આવ્યો છે.રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદની પેનલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનસીઆરટીસીની પુસ્તકોમાં ટૂંક સમયમાં એક બદલાવ જોવા મળવાનો છે. હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ‘ભારત’ શબ્દ જ ભણાવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં India નું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી દીધી છે.
NCERTની પુસ્તકોમાં હવે ઈન્ડિયા નહીં ભારત લખાશે
થોડા સમય પહેલા એવી રજૂઆત કરવામાં આવી હતી ઈન્ડિયાની જગ્યાએ પુસ્તકોમાં ભારત લખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ભારતને બદલે 'ભારત' શબ્દ શીખવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી છે. પેનલના સભ્યોમાંના એક સીઆઈ ઈસાકના જણાવ્યા અનુસાર, પેનલના તમામ સભ્યોએ 'ઈન્ડિયા'ને બદલીને 'ભારત' કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ દરખાસ્ત થોડા મહિનાઓ પહેલા મુકવામાં આવી હતી અને હવે જ્યારે દરખાસ્ત સ્વીકારવામાં આવી છે, ત્યારે નવા NCERT પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ 'ભારત' છાપવામાં આવશે.
અનેક વખત ઈન્ડિયાની બદલીમાં લખાયું છે ભારત!
ભારત અને ઈન્ડિયા નામને લઈ જંગ છેડાઈ ગયો છે. જી-20 સમિટ વખતે ડિનર માટે મહેમાનોને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની બદલીમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખાતા રાજકારણ ગરમાયું હતું. તે બાદ જ્યારે પીએમ મોદી વિદેશના પ્રવાસે ગયા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમપ્લેટ પર પણ ભારત લખવામાં આવ્યું હતું. આ વાતોને લઈ રાજકારણ ગરમાયું હતું. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે એનસીઆરટીસી પુસ્તકોમાં પણ ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવશે. ઈન્ડિયાની બદલીમાં ભારત પુસ્તકોમાં લખવામાં આવે તે માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તેનો સ્વીકાર પેનલ દ્વારા કરાયો છે.