ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે 1 ડિસેમ્બરે પહેલા તબક્કા અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે એકસાથે 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે ખૂબ જ કાળજીપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે પાટીદાર પર ભરોસાની ઉમેદવારી તરીકે યુવાશક્તિ અને વડીલના અનુભવનો સમન્વય કર્યો છે. જેમાં યુવા ઉમેદવારોમાં 29 થી લઈ 34 વર્ષના છે જેમાં હાર્દિક પટેલ સૌથી યુવા છે જેમને ટિકિટ મળી છે
સૌથી યુવાન ઉમેદવાર હાર્દિક પટેલ !
ભાજપ દ્વારા નવા ચેહરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં 29 વર્ષના સૌથી યુવા ઉમેદવાર હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજા નંબરે 30 વર્ષીય ડૉ પાયલ કુકરાણીને સ્થાન આપવામાં આવ્યું છે ભાજપે જાહેર કરેલા ચહેરામાં યુવા ચહેરા નવા ચેહરા છે .
નવા ચેહરાઓને મળ્યું સ્થાન
ગુજરાત વિધાનસભા માટે ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને આ નામોમાં યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી નો રિપીટ થિયરીનો ઉપયોગ કરી ટિકિટની ફાળવણી કરવામાં આવી છે.
વરિષ્ઠ ચહેરાને સ્થાન આપ્યું
ભાજપે 182માંથી 160 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાંથી 91 ઉમેદવારની ઉંમર 46થી 60ની વચ્ચે છે. ભાજપે આ સાથે સિનિયર સિટિઝનોને પણ ટિકિટ આપી છે. 60થી વધુ ઉંમરના 48 ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે.