કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કેમ જાય છે તો તે ન્યાય માંગવા જાય છે , આ ન્યાય કરે છે કોણ તો તે જજ કરે છે . સામાન્ય નાગરિકોને તેમની પાસેથી ન્યાયની આશા હોય છે . પણ જયારે ખબર પડે કે જજ પર જ ભ્રષ્ટાચારના આરોપ લાગે તો કેહવું જ શું. આવું જ દિલ્હી હાઈકોર્ટેના જજ યશવંત શર્મા સાથે થયું છે . જયારે તેમના ઘરમાં આગ લાગી ત્યારે તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં કેશ મળી આવી . તો આવો જાણીએ આખો મામલો છે શું? ૧૪મી માર્ચ હોળીની એ રાતે, લગભગ ૧૧:૩૦ વાગ્યે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના સરકારી બંગલે આગ લાગી . તે સમયે જસ્ટિસ વર્મા શહેરમાં હાજર નહોતા . ઘરે ખાલી તેમના માતા અને દીકરી જ હતા . પરિવારે ફાયર બ્રિગેડ અને પોલીસમાં ફોન કર્યો . પણ જયારે ફાયરબ્રિગેડ આગ બુઝાવવા ઘરમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે માત્રામાં કેશ મળી . આ ખબર સાંભળી સુપ્રીમકોર્ટનું કોલેજિયમ હરકતમાં આવી ગયું અને તેમની મૂળ હાઇકોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કરી દીધું . આ ટ્રાન્સફર કરવા માટેની કોલેજિયમે કેન્દ્ર સરકારને ભલામણ પણ કરી દીધી છે. જોકે કોલેજીયમના કેટલાક સદસ્યોનું માનવું છે કે , આવી ગંભીર ઘટના માટે માત્ર ટ્રાન્સફર યોગ્ય નથી . તેમની પર મહાભિયોગ ચાલવો જોઈએ . જોકે આ બાબતે , સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને આ સમગ્ર મામલે રિપોર્ટ આપવાનો આદેશ આપી દીધો છે.
હવે તમને દિલ્હી હાઇકોર્ટના આ જસ્ટિસ યશવંત વર્માનો પરિચય આપી દઈએ. તેમનો જન્મ ૧૯૬૯માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો . તેમણે પોતાનું બીકોમ દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી પૂરું કર્યું છે . આ પછી ૧૯૯૨માં તેઓ એડવોકેટ બન્યા . આ બાદ ૨૦૧૪ની સાલમાં પ્રથમ વખત અલ્હાબાદ હાઈકૉર્ટમાં એડિશનલ જજ બન્યા . આખરે જસ્ટિસ યશવંત વર્માની ૨૦૨૧માં દિલ્હી હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. હાલમાં તેઓ આ દિલ્હી હાઈકૉર્ટમાં સિનિયોરિટીના ક્રમમાં બીજા નંબરે છે. ભૂતકાળમાં દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા ત્યારે લાઇમલાઇટમાં આવ્યા હતા જયારે તેમણે ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટને કોંગ્રેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો . તેમણે નેટફ્લિક્સની સિરીઝ "ટ્રાયલ બાય ફાયર" ની રિલીઝનો આદેશ આપ્યો હતો .