ફ્રાન્સનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી, ભારતના રેન્કિંગને ઝટકો, પાકિસ્તાન અને ચીન કયા ક્રમે?


  • Published By :
  • Published Date : 2024-02-19 15:59:36

જીઓપોલિટિક્સમાં કોઈ પણ દેશનો સોફ્ટ પાવર તેના પાસપોર્ટ પરથી જાણવા મળે છે. એક શક્તિશાળી પાસપોર્ટ નાગરિકોને વિઝા વગર જ દુનિયાભરના દેશોમાં યાત્રા કરવાની મંજુરી આપે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ (Henley Passport Index) 2024 દુનિયાભરના દેશોને તેના પાસપોર્ટની તાકાત પર રેંક આપે છે. વર્ષ 2024ની હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સની યાદી સામે આવી છે. વર્ષ 2024માં આ લિસ્ટમાં સૌથી ઉપર ફ્રાન્સ છે, ફ્રાન્સના પાસપોર્ટ દ્વારા તમે વિઝા વગર જ દુનિયાના 194 દેશોમાં જઈ શકો છો. 


ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન

ભારતની સ્થિતી અંગે વાત કરીએ તો હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ મુજબ ભારતનું ગત વર્ષની તુલનામાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. ભારતીય પાસપોર્ટ એક ક્રમાંક નીચે આવી ગયો છે. હેનલેએ ભારતને 85મો રેંક આપ્યો છે. ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના 62 દેશોમાં વિઝા વગર જ જઈ શકશે.ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન 106 નંબર પર, બાંગ્લાદેશ 102, માલદીવ 58માં સ્થાન પર છે. 


કયા દેશોનો પાસપોર્ટ છે શક્તિશાળી?

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 મુજબ ફ્રાન્સ જ નહીં પણ યુરોપના અન્ય દેશો જેવા કે જર્મની, ઈટલી, સ્પેન, જાપાન, અને સિંગાપુરના પાસપોર્ટ નંબર વન પર છે. તે જ પ્રકારે ફિનલેન્ડ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વિડન બીજા ક્રમે છે, આ દેશોના લોકો 193 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. તે ઉપરાંત ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયરલેન્ડ, લક્ઝમર્ગ અને બ્રિટનનો નંબર આવે છે. સુપર પાવર મનાતા અમેરિકા અને ચીન આ ક્રમાંકમાં અનુક્રમે 6 અને 64 પર છે. અમેરિકાના નાગરિકો વિશ્વના 189 દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે. 


આ 5 દેશોનું સૌથી ખરાબ રેન્કિંગ

સૌથી ખરાબ રેન્કિંગવાળા ટોપ 5 પાસપોર્ટમાં અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાક, પાકિસ્તાન અને યમનનો નંબર આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?