ફ્રાન્સમાં પેન્શન સુધારાના વિરોધમાં હિંસક પ્રદર્શનો, 441 પોલીસકર્મી ઘાયલ, બ્રિટનના કિંગ ચાર્લ્સનો પ્રવાસ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-03-24 19:24:35

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના પેન્શન સુધારાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. જેમાં ટ્રેનનો ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને માર્સિલેના વ્યાપારી બંદર પર ટ્રકોની કતાર લાગી હતી. બીજી તરફ ગુરુવારે દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનને કારણે થયેલી તબાહી આજે પણ રસ્તાઓ પર જોવા મળી હતી. પેરિસ અને તેની આસપાસ 450 થી વધુ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી હતી.


ડસ્ટબિન વિરોધનું પ્રતીક બની ગયું


ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમૈનિને શુક્રવારે જણાવ્યું હતું કે માર્ચ દરમિયાન હિંસાને કારણે 441 પોલીસકર્મીઓ અને અન્ય અધિકારીઓ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે એક દિવસ પહેલા જ ફ્રાન્સની રાજધાનીમાં વિરોધ પ્રદર્શનમાં 1,000 ડસ્ટબીન સળગાવી દેવામાં આવ્યા હતા. કચરો ઉઠાવનારા લોકો દ્વારા એક અઠવાડિયા સુધી ચાલેલી હડતાળ વચ્ચે ડસ્ટબિન વિરોધનું પ્રતીક બની ગયું છે. બીજી તરફ, એનર્જી ટ્રાન્ઝિશન મિનિસ્ટર એગ્નેસ પેનર રંચરના જણાવ્યા અનુસાર, પોલીસની દરમિયાનગીરી બાદ શુક્રવારે નોર્મેન્ડીમાં રિફાઇનરીમાં તેલનો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. જો કે, વિરોધીઓ રિફાઈનરીને પુરવઠો વધુ વિક્ષેપિત કરવા માટે બેઠકો કરી રહ્યા છે.


શા માટે તમામ વિવાદ


ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને વડા પ્રધાન એલિઝાબેથ બોર્નને વિશેષ બંધારણીય સત્તાનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેમના આદેશને પગલે, સંસદને નિવૃત્તિની વય 62 થી વધારીને 64 કરવા માટે બહુ વિવાદાસ્પદ બિલને મત વિના મંજૂર કરવાની ફરજ પડી હતી. ગુરુવારથી દેશમાં દેખાવો ચાલી રહ્યા છે. આ દેખાવો આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયા હતા પરંતુ હવે તે હિંસક બની ગયા છે.


કિંગ  ચાર્લ્સ ફ્રાન્સ નહીં જાય 


ફ્રાન્સના દેખાવોને જોતા હવે બ્રિટનના કિંગ ચાર્લ્સે ફ્રાન્સની મુલાકાત ન લેવાનો નિર્ણય લીધો છે. ચાર્લ્સ પેરિસ અને બોર્ડિઓક્સ જવાના હતા. તેમનો પ્રવાસ રવિવારથી શરૂ થવાનો હતો. બકિંગહામ પેલેસ તરફથી કહેવામાં આવ્યું છે કે ફ્રાન્સની સ્થિતિને જોતા કિંગે હવે ત્યાં ન જવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં તેમની મુલાકાતની નવી તારીખ અંગે નિર્ણય લેવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?