ગઈકાલે એટલે કે શનિવારે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં અનેક ચર્ચાઓ તેમજ અનેક મહત્વના નિર્ણયો લેવાય હતા. તેમાં સૌ મોટો નિર્ણય હતો કે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓએ 3 વર્ષ નહીં પરંતુ ચાર વર્ષનો અભ્યાસ કરવો પડશે.
સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય
છેલ્લા ઘણા સમયથી એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા-નવા નિર્ણય લેવાઈ રહ્યા છે ત્યારે વધુ એક મોટો નિર્ણય ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્નાતક ડિગ્રી મેળવવા વધુ એક વર્ષ અભ્યાસ કરવો પડશે. એટલે જે ડિગ્રી 3 વર્ષમાં મળતી હતી તે હવે ચાર વર્ષ બાદ મળશે. 7 જાન્યુઆરીએ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે.
શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરાશે
આ નવો નિર્ણય શૈક્ષણિક વર્ષ 2023-24 લાગુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24થી બીકોમ, બીએસસી, બીએ જેવા કોર્સમાં 4 વર્ષનો અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્સનો અમલ ઓનલાઈન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામમાં નવો નિયમ લાગુ થશે.યુનિવર્સિટીના આ નિર્ણયને કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એક વર્ષનો થઈ જશે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના જે પાંચ વર્ષ હતા તે અત્યારે પણ એ જ પ્રમાણે રહેશે.