સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, CCTV ફૂટેજના આધારે પોલીસે નરાધમની કરી ધરપકડ, માસુમ ICUમાં દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-22 20:22:00

ડાયમંડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. તેમાં પણ માસુમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકીનો રડવાનો અવાજ સાંભળી માતા- પિતા જાગી ગયા હતા. બાળકીને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.


નરાધમ ઝડપાયો


સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની અટકાયત કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી CCTV કેમેરામાં કેદ થયો હતો. સુરતના ઇચ્છાપુરમાં RJD પાર્કમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. RJD પાર્કમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહેતો મૂળ મધ્યપ્રદેશનો પરિવાર રાત્રે બે વાગ્યાની આસપાસ બાળકીના રડવાનો અવાજ સાંભળતા જાગી ગયો હતો.નરાધમ અજય રાય રાત્રિના સમયે આરોપી બાળકીને ઉંચકીને લઈ ગયો હતો. બાળકી રડતી-રડતી મોડી રાત્રે ઘરે આવી હતી. પરિવારે જોયું કે બાળકી લોહીલુહાણ હાલતમાં છે. જેથી તેને તાત્કાલિક 108ની મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે. 


બાળકી ICUમાં દાખલ


માત્ર 4 વર્ષની બાળકીને લોહી લુહાણ હાલતમાં જોઈ પિતા અને માતા ધ્રુજી ઉઠ્યા હતા. બાળકીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બે કલાક સુધી બાળકીની સર્જરી કરવામાં આવી હતી જે આશરે બે કલાક સુધી ચાલી છે. બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ જ્યારે ચહેરા ઉપર પણ ઇજાઓ જોવા મળી છે. બાળકીને હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.


પોલીસે શું કહ્યું?


સુરતની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ બાબતે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપી પરિવારનો પરિચિત હતો. વારંવાર બાળકીને રમવા માટે લઈ જતો હતો અને બાળકીને ચોકલેટ પણ આપતો હતો. બાળકી માતા પિતા સાથે હતી ત્યારે રાત્રે તેને તે ઊંચકી ગયો હતો અને દુષ્કર્મ આચાર્ય બાદ તે ઘરે જઈને સૂઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં 21 વર્ષીય અજય રાયની ધરપકડ કરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?