Rajkotમાં ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત, પરિવારે બાળકીના ચક્ષુદાન કરી બીજાની આંખોને આપી રોશની


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-25 17:21:43

રાજ્યમાં રોગચાળો સતત વધતો જઈ રહ્યો છે. વરસાદ બાદ રાજ્યમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે.અનેક લોકોના મોત રોગચાળાને કારણે થયા છે. ત્યારે વધુ એક બાળકીનું મોત રોગચાળાને કારણે થયું છે. રાજકોટમાં રોગચાળાને કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. ડેન્ગ્યુને કારણે તેનું મોત થયું છે. બે દિવસની અંદર તેનું મોત થઈ ગયું હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકીના મૃત્યુ બાદ બાળકીના પરિવારે તેના ચક્ષુનુ દાન કર્યું છે.



ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત 

ડેન્ગ્યુ તેમજ મચ્છરજન્ય રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. આ વખતે વકરેલા રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. નાના બાળકો પણ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની દીકરીને ગુમાવી છે. ચાંદીના કારખાનામાં કામ કરતા પરિવારમાં રહેતા નાના બાળકનું મોત ડેન્ગ્યુને કારણે થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનું નામ રિયા છે. પોતાના પરિવારને રડતા મૂકી રિયા અનંતની યાત્રાએ નીકળી ગઈ છે. 

પરિવારની મહિલાઓમાં ગમગીની.

પરિવારે બાળકીની આંખોનું કર્યું દાન 

બાળકીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી તો પ્રવર્તી ઉઠી હતી. રિયાનું મોત થતાં પરિવારે બાળકીનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો છે. નાની બાળકીની આંખનું દાન થતાં બીજા બાળકની આંખને રોશની મળી છે. બીજાના જીવનમાં રોશની ફેલાય તે માટે પરિવારે રિયાની આંખોનું દાન કર્યું છે. પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને માત્ર અમુક કલાકોની અંદર જ તમામ વ્યવસ્થા કરવામાં આવી.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?