ગાડી પરથી કાબુ ગુમાવતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ચાર લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-31 10:50:52

હાઈવે પર અનેક વખત અકસ્માત બનતા હોય છે. જેને કારણે લોકોને પોતાનો જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે મંગળવારના દિવસે મુંબઈ-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનો મોત ઘટના સ્થળ પર થયા છે. આ ગંભીર અકસ્માત કાર અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ગાડી બેકાબુ બની હતી અને બેકાબુ બનેલી ગાડી બસ સાથે ભટકાઈ ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા છે.


ગાડી અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

રોડ અકસ્માતોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં ફેરવાઈ જતી હોય છે. અનેક કારણોસર અકસ્માત બનતા હોય છે. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો છે જેમાં બેકાબુ બનેલી ગાડી બસ સાથે અથડાઈ ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે ચાર લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ અકસ્માત સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા જ્યારે ઈજાગસ્તોને સારવાર માટે મોકલ્યાં હતા.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.