સુરતઃ ડુંગરી ગામે શેરડી કાપતા 15 દિવસના દીપડીના ચાર બચ્ચા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 17:17:18

સુરતના મહુવા તાલુકાના ડુંગરી ગામે શેરડીની કાપણી ચાલી રહી હતી. જેમાં ગજબની ઘટના ઘટી હતી. કાપણી દરમિયાન દીપડીના ચાર બચ્ચા મળી આવ્યા હતા. કાપણી કરતા ખેડૂતો પહેલા તો ડરી ગયા હતા કારણ કે બચ્ચા હોય તેનો સીધો મતલબ થાય કે દીપડી પણ નજીક હોય શકે. 

ખેતર માલિકે બચ્ચાને ખેતરમાં પાછા છોડ્યાં

 ડુંગરીના આંબાવાડી ફળિયા વિસ્તારમાં રહેતા મુકેશ ચૌધરીની વાડીમાં શેરડીની કાપણી ચાલી રહી હતી. ત્યારે દીપડીના ચાર બચ્ચા દેખાયા હતા. ખેત મજૂરોએ દીપડીના ચાર બચ્ચાને જોયા બાદ ખેતરની અંદર મૂકી દીધા હતા. ડુંગરી ગામના લોકોને ખબર પડતા તેઓ પણ બચ્ચાઓને જોવા માટે ભેગા થઈ ગયા હતા. દીપડીના બચ્ચા 10 કે 15 દિવસના લાગી રહ્યા હતા. દીપડો કે દીપડી ખેતરના વિસ્તારોમાં ના દેખાતા ગ્રામજનોનો જમાવડો થઈ ગયો હતો. 


દક્ષિણ ગુજરાતનો વિસ્તાર શેરડી માટે પ્રખ્યાત છે. ત્યાં ઘણી સુગર મીલ આવેલી છે જ્યાં મોટી માત્રામાં ખાડનું ઉત્પાદન થાય છે. આથી શેરડીના ખેતરો ત્યાં વધુ હોય છે. એવા જ ખેતરમાં ચાર બચ્ચાઓ મળી આવ્યા હતા. ચારમાંથી બે બાળકો રમતા રમતા ખેતરમાં ઘૂસી ગયા હતા જ્યારે બાકીના બે બચ્ચાને ખેતર માલિક અમિત ભાવસારે ખેતરની અંદર છોડી દીધા હતા.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...