બ્રાઝિલથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. બ્રાઝિલમાં હિંસા ફાટી નીકળી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ સંસદમાં તોડફોડ કરી હતી. રવિવારે રાજધાની બ્રાસીલિયામાં પોલીસ બેરિકેટ તોડીને રાષ્ટ્રપતિ ભવન તેમજ સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યો હતો. આ વિરોધ રાષ્ટ્રપતિ લુઈજ ઈનાસિયો લૂલા ડી સિલ્વાએ શપથ લીધી તે બાદ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન કરનાર 400 જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પ્રદર્શનકારીઓએ સંસદ પર કર્યો હુમલો
ઓક્ટોબર મહિનામાં બ્રાઝિલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં બોલ્સોનારોનો પરાજ્ય થયો હતો. લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાની જીત થઈ હતી. જીત થવાને કારણે રાષ્ટ્રપતિના તેમણે શપથ લીધા. નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા તે બાદ હિંસા ફાટી નિકળી હતી. 1 જાન્યુઆરીએ તેમણે શપથ લીધા હતા. જે બાદ બોલ્સોનારોના સમર્થકોએ પોલીસ બેરિકેટ તોડી સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવો કર્યો હતો.
અમેરિકામાં પણ બની હતી આવી જ ઘટના
પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓએ અનેક સરકારી ઈમારતોને નુકસાન પહોચાડ્યું છે. પોલીસે પ્રદર્શનકારીઓને બહાર કાઢી મૂક્યા હતા. આવી જ હિંસા 2 વર્ષ પહેલા અમેરિકામાં થઈ હતી. 6 જાન્યુઆરી 2021ના રોજ આવી હિંસા ફાટી નિકળી હતી જેમાં રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા. તેમના સમર્થકોએ કેપિટલ હિલ, એટલે કે સંસદમાં ઘૂસી હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ તોડફોડ પણ કરી હતી.