પૂર્વ ધારાસભ્ય Madhu Srivastavaએ જણાવ્યું શક્તિસિંહ ગોહિલને મળવાનું સાચું કારણ! મુલાકાતને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-06 17:48:49

ગઈકાલથી એક ચર્ચા થઈ રહી હતી દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને લઈ. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અચાનક કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત કરી. કંઈ નવા જૂનીના એંધાણ થઈ શકે છે તેવી વાતો રાજકીય વર્તુળમાં થવા લાગી. આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાતને લઈ મધુ શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શક્તિસિંહ અને તે જૂના મિત્રો છે અને તેને કારણે તેમણે શક્તિસિંહ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતને લઈ વધી નેતાઓની ચિંતા 

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ ફરી રાજકારણમાં સક્રિય થાય તેવું જણાઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા ગુજરાતના રાજકારણમાં કાંઈક નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ વચ્ચે આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે જ મુલાકાત થતા ભાજપના નેતાઓની ચિંતા વધી છે. ઉલ્લેખનિય છે કે મધુ શ્રી વાસ્તવને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 

શક્તિસિંહ સાથેની મુલાકાત બાદ ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં  જોડાય તેવી શક્યતાઓ - Hum-Dekhenge

અટકળો પર મૂકાયો પૂર્ણ વિરામ! 

મહત્વનું છે કે આગામી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપના પૂર્વ  ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. આ મુલાકાત બાદ એવી ચર્ચાનો દોર શરૂ થયો હતો કે, આગામી સમયમાં મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. પરંતુ આવી અટકળો પર અંત મધુ શ્રીવાસ્તવએ મૂકી દીધો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?