વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓ પોતાના ફાયદો દેખાતા પક્ષ પલટો કરી લેતા હોય છે. આ વાત સાવ સામાન્ય થઈ ગઈ છે. ભાજપના નેતા કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જતા હોય છે. તો કોંગ્રેસના નેતા ભાજપમાં અથવા આપમાં જોઈન થઈ જતા હોય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પક્ષપલટો કરી લેતા હોય છે. આ વખતે ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ગિરિધર પડાયા થયા આપના
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે પાર્ટીમાં ભંગાણ સર્જાતું રહે છે. ચૂંટણી નજીક આવતા નેતા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક બાદ એક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ અગાઉ પણ ભાજપના દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.