કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી જઈ રહ્યા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસને છોડી જતા રહ્યા તો હવે મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. એવી અટકળો ચાલી રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. આવી અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે કમલનાથના પુત્ર નકુલનાથે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી કોંગ્રેસનો લોગો હટાવ્યો..
કમલનાથના પુત્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવ્યો કોંગ્રેસનો લોગો
આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. એક તરફ ભાજપ પાર્ટી સંગઠિત થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં દરાર પડી રહી છે! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક બાદ એક કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. બે પછી મહારાષ્ટ્ર હોય કે પછી કોઈ બીજુ રાજ્ય.. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં પણ આગામી દિવસોમાં નવા જુની થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. નકુલનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી કોંગ્રેસનો લોગો હટાવી દીધો છે. એવી પણ માહિતી સામે આવી છે કે કમલનાથે પોતાનો કાર્યક્રમ કેન્સલ કરી દીધો છે.
મધ્યપ્રદેશનું ગરમાયું રાજકારણ
ગમે ત્યારે લોકસભા ચૂંટણીના તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપે રણનીતિ બનાવવા માટે આજથી દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે કારણ કે એવી અટકળો તેજ બની છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ તેમના પુત્ર સાથે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે.
અટકળો તેજ બની કે ગમે ત્યારે કમલનાથ જોડાઈ શકે છે ભાજપમાં!
કમલનાથે તેમના 17 ફેબ્રુઆરી પહેલાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ દિલ્હી માટે પણ રવાના થઇ ગયા છે. મહત્વનું છે કે કોંગ્રેસને એક બાદ એક મોટા ફટકા પડી રહ્યા છે. અટકળો વચ્ચે દિગ્વિજયસિંહે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ત્યારે જોવું રહ્યું કે રાજકીય બજારમાં ચાલતી આ અટકળો સાચી પડે છે કે માત્ર અટકળો બનીને રહી જાય છે....