પૂર્વ ક્રિકેટર રાકેશ પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું, જલાલપોર સીટ માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-27 12:57:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક લોકો ધારાસભ્ય બનવા તેમનું નશીબ અજમાવી રહ્યા છે. હવે આ ચૂંટણી જંગમાં પૂર્વ ક્રિકેટરની પણ એંન્ટ્રી થઈ છે.  પૂર્વ ભારતીય ક્રિકેટર રાકેશ પટેલે તેમની દાવેદારી નોંધાવતા નવસારીની જલાલપોર સીટ પરથી ચૂંટણી લડશે.


રાકેશ પટેલે દાવેદારી નોંધાવતા આશ્ચર્ય


રાકેશ પટેલ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટીમના બોલિંગ કોચ છે. સામાન્ય રીતે લાઈમ લાઈટથી દુર રહેતા રાકેશ પટેલે દાવેદારી નોંધાવતા સૌને આશ્ચર્ય થયું છે. નવસારીની જલાલપોર બેઠક પરથી ચૂંટણી લડવા ઉચ્છુક રાકેશ પટેલે તેમનો બાયોડેટા પણ મોકલી દીધો છે. રાકેશ પટેલ કોળી સમાજમાંથી આવે છે તથા 20 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે. સ્થાનિકસ્તરે લોક સંપર્ક ધરાવતા રાકેશ પટેલ સમયાંત્તરે રમતગમત અને સામાજિક પ્રવૃત્તિઓનું પણ યોજતા રહે છે.


જલાલપોર સીટ પર રાકેશ પટેલના જીતવાના ચાન્સ કેવા છે?


નવસારીની જલાલપોર વિધાનસભાની બેઠક ભાજપનો ગઢ છે. વર્ષ 2002થી આ બેઠક પરથી આર.સી પટેલ છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. જલાલપોર ક્ષેત્રનું વસ્તી ગણિત જોઈએ તો સૌરાષ્ટ્ર પટેલ, કોળી પટેલ, બ્રાહ્મણ, મરાઠી, માછીમાર, મુસ્લિમ, જૈન, ક્ષત્રિય, આહિર તથા અનુસૂચિત જનજાતિના મતદારો છે. જલાલપોર વિધાનસભા સીટમાં કુલ 2,15,970 મતદારો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?