પૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન, કેવું રહ્યું તેમનું ક્રિકેટ કેરિયર? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-23 18:59:36

ભારતના પૂર્વ કેપ્ટન અને સ્પિનની દુનિયાના જાદુગર તરીકે જાણીતા બિશન સિંહ બેદીનું આજે અચાનક નિધન થયું છે, તેઓ 77 વર્ષના હતા. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. બિશન સિંહ બેદીના અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. દેશની અગ્રણી સેલિબ્રિટીથી લઈને ક્રિકેટરો સુધી દરેકે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપી હતી.


 

દેશના ચાર મહાન સ્પિનરો પૈકીના એક


મહાન સ્પિનર બિશન સિંહ બેદીએ 1967 થી 1979 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધી. તેણે 10 વન-ડેમાં 7 વિકેટ પણ લીધી હતી. તેમણે એક ઇનિંગ્સમાં 14 વખત પાંચ વિકેટ અને મેચમાં એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તે ભારતીય ક્રિકેટના સ્પિનરોની સ્વર્ણિમ ચોકડીનો ભાગ હતો જેમાં પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવનનો સમાવેશ થતો હતો.

બિશન સિંહ બેદીએ ભારતની પ્રથમ વનડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.અમૃતસરમાં જન્મેલા સ્પિનર ​​બેદીએ સ્થાનિક સર્કિટ પર દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 1966 અને 1978 વચ્ચે એક દાયકાથી વધુ સમય સુધી ભારતના બોલિંગ યુનિટનો મુખ્ય ભાગ હતા. 1990માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બેદી થોડા સમય માટે ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર હતા. રાષ્ટ્રીય પસંદગીકાર હોવા ઉપરાંત, તેઓ મનિન્દર સિંહ અને મુરલી કાર્તિક જેવા ઘણા પ્રતિભાશાળી સ્પિનરોના ગુરૂ પણ હતા. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 370 મેચમાં 1,560 વિકેટ લીધી હતી.


કેવું રહ્યું બેદીનું ક્રિકેટ કેરિયર?


બિશન સિંહ બેદીએ 31 ડિસેમ્બર 1966ના રોજ કોલકાતાના ઐતિહાસિક સ્ટેડિયમ ઈડન ગાર્ડન્સ ખાતે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાંરે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1979માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે તેમની છેલ્લી ટેસ્ટ રમી હતી. બીજી તરફ, પ્રથમ વન ડે ઈંગ્લેન્ડ સામે 13 જુલાઈ 1974ના રોજ લોર્ડ્સમાં રમાઈ હતી, જ્યારે છેલ્લી વન ડે શ્રીલંકા સામે 16 જૂન 1979ના રોજ માન્ચેસ્ટર ખાતે રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી એક્ટર છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જ્યારે તેની પત્ની નેહા ધૂપિયા ભારતની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.