પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ આવ્યા મેદાને, સિદ્ધપુર મેડિકલ કોલેજની બિસ્માર હાલત મામલે હાઈકોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2023-06-02 17:02:30

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના પૂર્વ નેતા જય નારાયણ વ્યાસે રાજ્યની ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે. તેમણે સિદ્ધપુર મેડિકલ કોલેજની દયનિય સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જાહેર હિતના સ્વરૂપમાં કરાયેલી આ અરજીમાં ફરિયાદ કરવામાં આવી છે કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નથી. દર્દીઓની હાલાકી દુર થાય તે માટે ગુજરાત હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશ આપે તેવી પણ અરજીમાં માગ કરવામાં આવી છે. જય નારાયણ વ્યાસની આ અરજીના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.


હોસ્પિટલ બિસ્માર હાલતમાં 


 જય નારાયણ વ્યાસે તેમની અરજીમાં સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કફોળી સ્થિતી અંગે ફરીયાદ કરી છે. તેમણે અરજીના માધ્યમથી જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજના મશીનો અમદાવાદ ખસેડીને લાવવામાં આવ્યા છે. સિદ્ધપુર મેડિકલ કોલેજના કરોડોના ખર્ચે બનેલા મકાનો હાલ ખંડેર હાલતમાં છે. સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાછળ કરોડોનો ખર્ચ પણ દર્દીઓની હાલાકી વધી છે. દર્દીઓએ સારવાર માટે છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. તે જ પ્રકારે સિદ્ધપુર આયર્વેદિક હોસ્પિટલ પણ બિસ્માર હાલતમાં છે.


સિદ્ધપુર પ્રત્યે ઓરમાયું વર્તન


પૂર્વ આરોગ્યમંત્રી જય નારાયણ વ્યાસે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આ સ્થિતી માટે રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રીઓને જવાબદાર ઠરાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સિદ્ધપુરમાં મેડિકલ કોલેજનો વિકાસ ન થાય તે માટે રાખ્યો પૂર્વ આરોગ્યમંત્રીઓએ પૂર્વગ્રહ રાખ્યો હતો. તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલ અને પૂર્વ આરોગ્યમંત્રી નિતીનભાઈ પટેલ પર સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવાના પણ  આરોપો લગાવ્યા હતા. જય નારાયણ વ્યાસે દાવો કર્યો કે 10 વર્ષ સુધી રજુઆતો કર્યા પછી પણ સિદ્ધપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થિતી ન સુધરી એટલે પરાણે જાહેર હિતની અરજી કરવી પડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિકાસમાં માટે ખર્ચાયેલા પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા પણ વેડફાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?